Ration Card New Guidelines: ભારત સરકાર દ્વારા દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ, ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ પાસે રેશન કાર્ડ (Ration Card) હોવું જરૂરી છે. ત્યારે હવે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે મહત્ત્વની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જે હેઠળ 1 નવેમ્બરથી આ લોકો રાશન મેળવવાના પાત્ર રહેશે નહીં. જાણો શું છે કારણ.
eKYC છે જરૂરી
- રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ, રેશન કાર્ડ ધારકોએ eKYC કરાવવું જરૂરી છે.
- eKYC માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે.
- જો કોઈ રેશન કાર્ડ ધારક 31 ઓક્ટોબર સુધીમાં eKYCની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેને આગામી મહિનાથી રાશન નહીં મળે.
- આવા રેશન કાર્ડ ધારકોના નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.
- ઈ-કેવાયસી વગરના રેશન કાર્ડ રદ કરવામાં આવશે.
આ પણ વાંચો - Ration Card: હવે મફતમાં ચોખા નહીં, આ 9 વસ્તુઓ મળશે; સરકારે રેશન કાર્ડ ધારકો માટે બદલી નાખી યોજના
શા માટે કરવામાં આવે છે ઇ-કેવાયસી?
- હાલ પણ ઘણા લોકોના નામ રેશન કાર્ડમાં નોંધાયેલા છે, જેઓ રેશન કાર્ડ પર મફત રાશન મેળવવાની યોજના માટે પાત્ર નથી.
- તેમાં ઘણા લોકો એવા પણ છે, જેઓ હવે આ દુનિયામાં નથી. જેઓ મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ તેઓના નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવ્યા નથી.
- હવે તમામ રેશન કાર્ડ ધારકો એટલે કે પરિવારના રેશન કાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકો ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- આ માટે નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈને eKYC કરાવી શકાય છે.
- જો કોઈ સભ્ય eKYC કરાવતું નથી, તો તેનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.
