Kisan Vikas Patra Scheme: સુરક્ષિત રોકાણ (Investment) અને શાનદાર વળતર (Return)ની વાત હોય ત્યારે સૌથી પહેલા પોસ્ટ ઓફિસનું નામ સૌથી ઉપર રહે છે. સૌ કોઈ થોડા-ઓછા પ્રમાણમાં રોકાણ માટેનું આયોજન કરતાં હોય છે. આ દ્રષ્ટિએ Post Office Scheme ખૂબ જ લોકપ્રિય છે. સરકારની આવી જ એક ખુબ જ લોકપ્રિય રોકાણ યોજના છે કિસાન વિકાસ પત્ર સ્કીમ (Kisan Vikas Patra Scheme) કે જેમાં તમે એક સાથે પૈસાનું રોકાણ કરવાથી ચોક્કસ સમયગાળામાં ડબલ થઈ જાય છે.
ફક્ત 115 મહિનામાં જ પૈસા ડબલ
પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજના તમારા રોકાણને ફક્ત 115 મહિનામાં જ ડબલ કરી આપે છે. આ માટેની સરકાર તરફથી ગેરન્ટી આપવામાં આવે છે. આ પૈસા ડબલ કરનારી KVP Schemeમાં સરકાર તરફથી તમને વ્યાજ પણ શાનદાર આપવામાં આવે છે. જે 7.50 ટકા હોય છે. આ વ્યાજને પગલે મેચ્યોરિટીમાં રોકાણ પૈસા ડબલ મળે છે.
પૈસા કેવી રીતે થાય છે ડબલ તેનું ગણિત સમજો
આ સ્કીમમાં પૈસા ડબલ થવાની ગણતરીને જોઈએ તો તે બિલકુલ સરળ છે. આ સરકારી સ્કીમમાં રોકાણની રકમ પર વ્યાજની ગણતરી કમ્પાઉન્ડિંગ આધરે હોય છે. રૂપિયા 1 લાખના રોકાણના ઉદાહરણ સાથે સમજીએ તો આ રકમ પર પ્રથમ વર્ષ 7.5 ટકા વ્યાજ સાથે રૂપિયા 7,500 મળશે. આ રકમ ત્યારબાદ મૂળ રકમ સાથે રૂપિયા 1,07,500 થઈ જશે.
બીજા વર્ષે વ્યાજ રૂપિયા 8,062 થઈ જશે. આ રકમ જોડી મૂળ રકમ રૂપિયા 1,15,562 થઈ જશે. ત્યારબાદના વર્ષોમાં તે સતત વધતી રહેશે. એવી જ રીતે રૂપિયા 5 લાખની રકમ પર પ્રથમ વર્ષ રૂપિયા 5.37 લાખ, બીજા વર્ષે 5.77 લાખ ત્યારબાદના વર્ષોમાં છેલ્લે 9 વર્ષ 7 મહિનામાં રૂપિયા 10 લાખ થઈ જશે.
