KVP Scheme 2026:જો તમે કોઈ જ પ્રકારનું જોખમ લીધા વગર તમારા પૈસાને સુરક્ષિત રીતે વધારવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના તમારા માટે ખાસ છે. આ સરકારી યોજનામાં રોકાણની રકમ નિયત અવધિ પૂરી થવા પર બે ગણી થાય છે. જો રૂપિયા એક લાખ રોકાણ કરવા પર 9 વર્ષ 7 મહિનામાં એક લાખ રૂપિયાના બે લાખ થઈ શકે છે. આ સ્કીમ વિશે આજે આપણે માહિતી મેળવશું.
કિસા વિકાસ પત્ર એટલે કે KVP કેન્દ્ર સરકારની નાની બચત યોજનામાં સામેલ છે. તેનો ઉદ્દેશ લોકોને સુરક્ષિત રીતે લાંબા સમય માટે રોકાણ કરવાનો વિકલ્પ આપે છે. તેમાં રોકાણ કરવામાં આવેલ રકમ નિયત મેચ્યોરિટી સમયે સંપૂર્ણપણે બે ગણા પૈસા કરી આપે છે. આ એવા લોકો માટે ઉપયોગી બની શકે છે કે જે બજારની વધઘટથી બચવા સરકારી યોજનામાં પૈસા લગાવવા ઈચ્છે છે.
કિસાન વિકાસ પત્ર યોજનામાં 7.5 ટકા વ્યાજ દરના આધાર પર રિટર્ન મળે છે. આ યોજનાનો વ્યાજ દર અને મેચ્યોરિટી અવધિ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ માટે રોકાણ કરતાં પહેલા પોસ્ટ ઓફિસના વર્તમાન વ્યાજ દરો અંગે માહિતી મેળવવી જરૂરી છે.
આ યોજનામાં રોકાણ રકમ નિયત અવધિમાં પૂરી થવા પર બે ગણી થાય છે. અધિકારીઓના મતે 7.5 ટકા વ્યાજ દરના આધાર પર રોકાણની મેચ્યોરિટી અવધી 9 વર્ષ 7 મહિના છે. એટલે કે લાંબા સમય સુધી પૈસા જમા રાખવા પર રોકાણકારોને બે ગણી રકમ મળી શકે છે.
