Post Office POMIS: અર્થતંત્રના મોરચે જે ભારે અફરા-તફરી જોવા મળી રહી છે, શેરબજાર (Stock Market)માં પણ ભારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રોકાણકારો એક એવું સુરક્ષિત રોકાણ માધ્યમ ઈચ્છે છે કે જે તેમના પૈસાને સુરક્ષિત રાખે તથા નિયમિત સમયાંતરે વળતર પણ મળતું રહે. તો આ માટે આજે આપણે પોસ્ટ ઓફિસની મંથલી ઈનકમ સ્કીમ એટલે કે POMIS વિશે ચર્ચા કરશું કે જે નાના રોકાણકારો, ગૃહિણીઓ તથા એવા રોકાણકારો કે જેઓ શેરબજારમાં રોકાણ કરવાથી દૂર રહે છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 7.4 ટકા વ્યાજની ઓફર
સરકારે એપ્રિલથી જૂન 2026 ત્રિમાસિક ગાળા માટે આ યોજના પર વ્યાજ દર 7.4 ટકા વાર્ષિક ધોરણે નક્કી કર્યું છે. એટલે કે રોકાણકારો દર મહિને વ્યાજ મેળવતા રહેશે. આ યોજનાની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે અને દર મહિને કમાણી પણ થતી રહે છે.
રૂપિયા 9 લાખ રોકાણ પર દર મહિને 5,550 આવક
જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં રૂપિયા 9 લાખનું રોકાણ કરે છે તો તેમને વર્ષ દરમિયાન 66,600 વ્યાજ મળતું રહેશે. એટલે કે દર મહિને રૂપિયા 5,550ની નિશ્ચિત આવક થતી રહેશે. આ રકમ સીધા રોકાણકારના ખાતામાં દર મહિને જમા થતા રહેશે. પાંચ વર્ષની આ સ્કીમ બાદ તમને તમારા મૂળ પૈસા પરત મળી જશે.
આ ઉદાહરણથી તમારી રોકાણ યોજના તૈયાર કરો
એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ રિટાયર વ્યક્તિ તેમની બચતમાં રૂપિયા 9 લાખ પોસ્ટ ઓફિસ MISમાં લગાવો. હવે તેણે દર મહિને રૂપિયા 5,550 મળતા રહેશે. તેનાથી તે ઘરના નાના-મોટા ખર્ચા, દવાઓ અથવા વીજળી-પાણીના બિલ સરળતાથી સંભાળી શકે છે. તે પણ તમારી મૂળ રકમમાં કોઈ જ અસર કર્યાં વગર.
ઓછામાં ઓછા રૂપિયા 1000થી શરૂઆત કરી શકાય
આ યોજનામાં રોકાણની લઘુતમ મર્યાદા ફક્ત રૂપિયા 1000 છે. અને એક વ્યક્તિ મહત્તમ રૂપિયા 9 લાખ સુધી રોકાણ કરી શકે છે. જો જોઈન્ટ અકાઉન્ટ હોય તો આ મર્યાદા વધીને રૂપિયા 15 લાખ થઈ જાય છે. પતિ-પત્ની મળીને પણ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.
