Post Office Best Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને રૂપિયા 4.50 લાખ વ્યાજની કમાણી કરી આપશે

ઓફિસની બચત યોજના આજના સમયમાં લોકપ્રિય થઈ રહી છે. તેમાં સૌથી મહત્વની ભૂમિકા તેમા જોખમ મુક્ત એટલે કે Zero Risk થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 07 May 2026 08:14 PM (IST)Updated: Thu, 07 May 2026 08:14 PM (IST)
post-office-nse-national-saving-certificate-scheme-one-time-investment

Post Office Best Scheme: તમારી કમાણીમાં કેટલીક બચત કરીને રોકાણ અંગે વિચારતા હોય છે. આ સાથે જ એવી બચત યોજના પણ સતત શોધતા રહેતા હોય છે કે જ્યાં પૈસા સુરક્ષિત રહે અને સાથે સાથે ખૂબ જ સારું વળતર મળે છે, પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ સરકારી સ્કીમો શાનદાર વિકલ્પ આપી રહી છે.

બાળકો, વૃદ્ધો કે પછી યુવાનો અને મહિલાઓ દરેક ઉંમરના લોકો આ બચત યોજનાનો લાભ મેળવી શકે છે. પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ સ્કીમ (Post Office NSC Scheme) કે જેમાં એક વખત પૈસાનું રોકાણ કરી તેના પર વ્યાજથી તમે રૂપિયા 4.50 લાખથી વધારે કમાણી કરી શકે છે.

ઓફિસની બચત યોજના આજના સમયમાં લોકપ્રિય થઈ રહી છે. તેમાં સૌથી મહત્વની ભૂમિકા તેમા જોખમ મુક્ત એટલે કે Zero Risk થાય છે. હકીકતમાં Post Office Schemesમાં કરવામાં આવતા નાના રોકાણ પર સુરક્ષાની ગેરન્ટી સરકાર આપે છે. એટલે કે તેમાં કરવામાં આવેલ રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. તે ઉપરાંત આ યોજનામાં શાનદાર વ્યાજ પણ મળે છે, જે તમારા મોટા ફંડનું સર્જન કરવામાં ખૂબ જ મદદ મળે છે, નિયમિત આવકની પણ આ સાથે ગેરન્ટી આપે છે.

પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટીફિકેટ સ્કીમ એટલે કે PO NSC Scheme અંગે સરકાર તરફથી ઓફસ કરવામાં આવી રહેલ વ્યાજની વાત કરીએ તો તેમાં રોકાણ પર 7.7 ટકા વ્યાજ મળે છે. તેમાં કરવામાં આવેલ રોકાણ પર વ્યાજ ચક્રવૃદ્ધિ આધારે ઓફર કરવામાં આવે છે તથા પાક્યાં બાદ રોકાણકારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જોકે, તેનો પૂરો ફાયદો રોકાણકારોને ત્યારે જ મળે છે, જ્યારે રોકાણકારોને લોક-ઈન પીરિયડ સુધી ચાલુ રાખવામાં આવે, જે 5 વર્ષ નક્કી કરે છે.ત્યારબાદ તમને પૂરા વ્યાજની ચુકવણી કરવામાં આવશે.

Post Officeની આ સરકારી સ્કીમની વિશેષતા અંગે વાત કરીએ તેમાં માંડ રૂપિયા 1000થી રોકાણની શરૂઆત કરી શકે છે. જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા સેટ નથી એટલે કે જેટલું વધારે રોકાણ કરશો એટલું વધારે ફાયદો મળશે. આ ઉપરાંત NSC સ્કીમમાં બાળકોના નામથી પણ ખાતું ખોલાવી શકો છો. નિયમ પ્રમાણે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ખાતાને માતા-પિતા ઓપરેટ કરી શકે છે. આ સરકારી સ્કીમમાં રોકાણ કરવાથી જે વ્યાજની રકમ 5 વર્ષ બાદ ટ્રાન્સફર થાય છે. આ સ્કીમમાં ટેક્સ છૂટ પણ મળે છે. તે મહત્તમ રૂપિયા 1.50 લાખ વાર્ષિક હોય છે.