Post Office SCSS Scheme:વૃદ્ધાવસ્થામાં પૈસાની ચિંતા ન રહે અને કોઈ આકસ્મિત પરિસ્થિતિ આવી પડે તો પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી સ્કીમ તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં રોકાણ કરવું બિલકુલ જોખમ મુક્ત છે અને રિટર્ન પણ ખૂબ જ સારું મળે છે. ખાસ કરીને સીનિયર સિટીઝન માટે ચલાવવામાં આવતી સ્કીમ વિશેષ લોકપ્રિય છે. જે એક સાથે રોકાણ પર દર ત્રણ મહિને રૂપિયા 61,500 સુધીની કમાણીની ગેરન્ટી આપે છે અને વૃદ્ધાવસ્થામાં પૈસાને લઈ કોઈ ચિંતા રહેતી નથી.
અમે તમને પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office SCSS Scheme) માહિતી આપી રહયા છીએ અને તેને નિયમિત આવક માટેની સ્કીમ તરીકે જોવામાં આવે છે. કારણ કે તેમાં વ્યાજથી થતી કમાણીની ચુકવણી દરેક ત્રણ મહિને રૂપિયા 61,500 હોય છે.
આ પણ વાંચો
Zero Risk છે પોસ્ટ ઓફિસ સ્કીમમાં
વર્તમાન સમયમાં સૌ કોઈ પોતાની કમાણીમાંથી કોઈને કોઈ બચત કરવા માટે એવા રોકાણની યોજના ધરાવે છે કે જ્યાં પૈસા સુરક્ષિત રહે તે સાથે જ તેમના પૈસા પર વ્યાજ અથવા રિટર્ન પણ મળતુ રહે. કેટલાક લોકો રોકાણને લઈ વિચાર કરે છે કે નિવૃત્તિ સમય બાદ તેમની રેગ્યુલર આવક (Reguler Income) યથાવત રહે તો બન્ને ખૂબ જ મહત્વ ધરાવે છે.
પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમ્સના ફાયદાનો સોદો સાબિત થાય છે. સૌથી પહેલા તેમાં કરવામાં આવતા કોઈ પણ નાના કે મોટા રોકાણ પર સુરક્ષાની ગેરન્ટી સરકાર લે છે. એટલે કે Zero Risk Saving Scheme હોય છે. તો સરકાર તરફથી તેના પર વ્યાજ પણ શાનદાર આપવામાં આવે છે.
FD પણ ભૂલી જશો
આ સ્કીમ પર મળી રહેલું વ્યાજ Post Officeની બચત સ્કીમ્સ સરકાર તરફથી મળી રહેલા શાનદાર વ્યાજને લીધે વિશેષ લોકપ્રિય છે અને વધારે રોકાણ ઓપ્શન પણ બની ગયેલ છે. સરકારી સ્કીમ (Government Scheme) પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ પર શાનદાર વ્યાજની ઓફર આપે છે. તેની આગળ તમામ બેંક FD ફેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે PO SCSSમાં રોકાણ કરવાથી સરકાર 8.2 ટકા વાર્ષિક વ્યાજ દરથી વળતર આપે છે.
