PM Modi Gold Appeal: જૂની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ ફરી શરૂ કરવા કેમ ઉઠી રહી છે માંગ, શું તેનાથી કોઈ ફાયદો થશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનું પાલન કરીને વિદેશી હૂંડિયામણની બચત થશે અને તે સાથે જ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલ કરોડો કારીગરોની આર્થિક વ્યવસ્થા પર કોઈ આંચ ન આવે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 11 May 2026 06:32 PM (IST)Updated: Mon, 11 May 2026 06:38 PM (IST)
pm-modi-gold-purchase-appeal-save-forex-reserves-explained

PM Modi Gold Appeal: વિદેશી ચલણની બચત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિન-જરૂરી સોનાની ખરીદી નહીં કરવાની અપીલને સમર્થન કરતાં ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના ગુજરાત ખાતેના અધ્યક્ષ નૈનેશ પચ્ચીગરે સોમવારે કહ્યું છે કે સોનાનો ફક્ત વપરાશ માટે જ નહીં પણ દેશની સંસ્કૃતિ, બચત, સુરક્ષા અને મહિલા સશક્તિકરણનો એક મહત્વનો આધાર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે PM મોદીની આ અપીલથી ખૂબ જ જરૂરી એવા વિદેશી હૂંડિયામણની બચત કરવામાં ખૂબ જ મદદ મળશે.

કેવી રીતે વધશે રિસાઈકલિંગ

આ ઉદ્યોગ સાથે લાખોની સંખ્યામાં નાના કારીગરો જોડાયેલ છે અને તેને લીધે સરકારે જૂની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને ફરીથી શરૂ કરવી જોઈએ. તેનાથી બજારમાં જૂનું સોનું લાવવામાં મદદ મળશે અને તેનું રિસાઈકલિંગ વધશે.

તેને લીધે નાના અને છૂટક શ્રમિકોને સતત કામ મળતું રહેશે. તેનાથી વિદેશી હૂંડિયામણને દેશની બહાર જતું અટકાવી શકાશે અને સરકારનો લક્ષ્યાંકને મજબૂતી મળશે.

અર્થતંત્ર પર કેવી અસર થશે

પચ્ચીગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનું પાલન કરીને વિદેશી હૂંડિયામણની બચત થશે અને તે સાથે જ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલ કરોડો કારીગરોની આર્થિક વ્યવસ્થા પર કોઈ આંચ ન આવે. આ માટે એસોસિએશને જ સરકાર સમક્ષ એક સૂચન પત્ર રજૂ કરશે.

બીજીબાજુ JCBL ગ્રુપના નિર્દેશક સીએ રેણુ અરોડાએ PM મોદીનું સમર્થન કરતાં કહ્યું કે સોના અને ક્રુડ ઓઈલને લઈ આપણે સંપૂર્ણપણે વિદેશ પર આધાર રાખી છીએ, જ્યારે પણ આપણે વિદેશોમાંથી સોનું અને ક્રુડ ઓઈલ ખરીદી છીએ તો આપણા રૂપિયા પર દબાણ વધે છે અને તેનું વેલ્યુ ઓછું થાય છે. તેને લીધે અર્થતંત્ર પર અસર થાય છે.