Why Gold Prices Increase In India: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના તાજેતરના એક અહેવાલમાં એવી માહિતી સામે આવી છે કે ભારતમાં મે મહિનામાં સોનાની કિંમતોમાં 4.1 ટકાનો વધારો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તર પર કિંમતોમાં 1.4 ટકાનો ઘટાડો થયો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મે મહિનાના અંત ભાગમાં વૈશ્વિક સ્તર પર સોનાની કિંમત પ્રતિ ઔંસ 4,546 ડોલર કિંમત હતી અને મોટાભાગના અગ્રણી કરન્સીની તુલનામાં તેની કિંમતમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે.
જોકે, ભારત તથા તુર્કી એવા કેટલાક દેશોના બજારો છે કે જ્યાં મે મહિના દરમિયાન સોનાની કિંમતમાં વધારો થતો જોવા મળ્યો છે. ઘરેલુ બજારમાં સોનાની કિંમતમાં થયેલો આ વધારો વિશેષ કરીને પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ તથા બુલિયન માર્કેટમાં અસ્થિરતા વચ્ચે થયો છે.
તો શું હવે સોનાની કિંમતમાં વધારો થશે
અલબત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાગરિકોને સોનું નહીં ખરીદવાની અપીલ કરેલી છે, જેથી વર્તમાન સંઘર્ષની સ્થિતિમાં બજારમાં સ્થિરતાને જાળવી રાખવામાં સરકારના પ્રયત્નોને યોગ્ય મજબૂતી મળી શકે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તાજેતરમાં ભલે આ વર્ષના અંત ભાગ સુધીમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાની અપેક્ષા વ્યક્ત કરી હોય પણ ભાકત જેવા સોનાનો વધુ વપરાશકર્તા બજારોમાં માંગ કિંમતોને ચોક્કસ સ્તર પર જઈ સપોર્ટ કરી શકે છે.
તો શું ભારત અને ચીનમાં સોનાની માંગ ઘટી જશે
આ સાથે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીન, ભારત અને વિશ્વભરની મધ્યસ્થ બેંકોની માંગ અમેરિકા દ્વારા વ્યાજ દરોમાં ફેરફારથી વધુ અસર પામેલી નથી અને વર્તમાન સમયમાં જે સુસ્તી છે તે બજારને ટેકો આપશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ સાથે એવો પણ તર્ક આપ્યો છે કે ભવિષ્યમાં વ્યાજ દરોમાં વધારો સોનાની કિંમતો માટે જરૂરી નથી કે તે નકારાત્મક જ રહે. જો આંકડાકીય માહિતીને ધ્યાનપૂર્વક જોવામાં આવે તો ફેડરલ રિઝર્વ દ્વારા કડક પગલાં બાદ પણ સોનાના મોરચે એકંદરે સારું પર્ફોમન્સ રહ્યું છે.
સોના માટે નજીકના ભવિષ્યમાં કપરા ચઢાણ
અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ વ્યાજ દરોમાં વધારો થાય છે ત્યારે અડધાથી વધારે વખત સોનાનએ અપેક્ષા કરતાં વધારે સારું પર્ફોમન્સ રજૂ કર્યું છે. અલબત આ સાથે કાઉન્સિલે ચેતવણી પણ આપી છે કે સોનાએ નજીકના ભવિષ્યમાં ભારે પડકારોનો સામનો કરવો પડશે. કેટલાક બજારમાં માંગ માંગ ઓછી થવાના સંકેત છે અને મે મહિનામાં વૈશ્વિક સ્તર પર Gold ETFમાં રોકાણ ઓછું રહ્યું છે.
