Gold Price Prediction:નિષ્ણાતોએ શા માટે કહ્યું કે સોનામાં ફરી આવશે તોફાની તેજી, છેવટે કયાં કારણો છે જવાબદાર તે જાણો?

મધ્ય પૂર્વમાં જે યુદ્ધની સ્થિતિ છે તે શાંત થાય તેવો માહોલ સર્જાઈ રહ્યો હતો ત્યારે હવે તે અશાંતિનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 11 May 2026 05:51 PM (IST)Updated: Mon, 11 May 2026 06:03 PM (IST)
gold-price-prediction-middle-east-tensions-gold-rate-rise

Gold Price Prediction: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump)એ અમેરિકાની શાંતિ દરખાસ્તને લઈ ઈરાનની પ્રતિક્રિયાને સંપૂર્ણપણે નકારી દેવામાં આવી છે. આ અહેવાલ વચ્ચે વૈશ્વિક સ્તરે તણાવની સ્થિતિ ફરી એક વખત વધવા લાગી છે. મધ્ય પૂર્વમાં જે યુદ્ધની સ્થિતિ હતી તે શાંત થાય તેવો માહોલ સર્જાઈ રહ્યો હતો ત્યારે હવે તે અશાંતિનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. તેને લીધે સામાન્ય પ્રજાના મનમાં મોંઘવારીને લઈ ચિંતા વધી છે.

આ દરમિયાન કેડિયા એડવાઈઝર્સે પણ સોનામાં વધી રહેલા ભાવ (Gold Price) તરફ ઈશારો કર્યો છે. તેમાં ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નકારવાની પ્રતિક્રિયાને લીધે નથી. જોકે તેમણે ભવિષ્યને લઈ સોનામાં તેજીને લઈ અનેક પ્રકારના તર્ક જોવા મળી રહ્યો છે.

Gold Price: તો શું સોનામાં ફરી વખત તેજી આવશે?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયને લીધે ફરી એક વખત ભૂ-રાજકિય તણાવ વધવા લાગ્યો છે. તે સાથે જ ફુગાવાને લઈ ચિંતા પણ બજારને અસર કરી રહી છે. આ સાથે જ આ સપ્તાહના અંતમાં મધ્યપૂર્વમાં જે નવા હુમલા થયા તેણે એપ્રિલની શરૂઆતમાં સ્થપાયેલ નાજુક યુદ્ધ વિરામને જોખમમાં નાંકી દીધા છે.

હોર્મુઝ સ્ટ્રેટ સતત બંધ રહેવાથી એનર્જીની કિંમત ઊંચી રહી

હોર્મુઝ સ્ટ્રેટ સતત બંધ રહેવાથી એનર્જીની કિંમત ઊંચી રહી છે. તેને લીધે વૈશ્વિક સ્તર પર ફુગાવા સંબંધિત ચિંતા વધી છે. ભારત માટે આ એક મુશ્કેલીના સંકેત છે, કારણ કે તે મોટાભાગે ક્રુડ ઓઈલની આયાત કરે છે. એનર્જીને લગતી કિંમતોમાં વધારો થવાથી ફુગાવામાં ઉછાળો આવી શકે છે. તેને નિયંત્રિત કરવા માટે ફરી વખત અલગ-અલગ દેશની મધ્યસ્થ બેંક વ્યાજ દરોમાં વધારે વૃદ્ધિ કરી શકે છે. વ્યાજ દરમાં વધારો થવાથી લોન મોંઘી પડી શકે છે.