Jewellery Shares Free Fall: 'સોનું ન ખરીદો'અપીલથી શેરબજારમાં હડકંપ, જ્વેલરી કંપનીઓના શેરોમાં 10 ટકા સુધી કડાકો

બજારમાં ભારે અફરા-તફરી વચ્ચે આ અંગે મોટો પ્રશ્ન છતાવી રહ્યો છે કે શું સરકાર ટેક્સ વધારવા જઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ છે-ના.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 11 May 2026 05:15 PM (IST)Updated: Mon, 11 May 2026 05:16 PM (IST)
dont-buy-gold-appeal-causes-ruckus-in-stock-marketshares-of-jewellery-companies-fall-by-up-to-10-percent

Jewellery Shares Free Fall: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની જે અપીલ કરી ત્યારબાદ સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ જ્વેલરી કંપનીઓના શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. રોકાણકારોને ડર હતો કે ક્યાંક સરકાર સોનાની આયાતને લઈ કોઈ કડક પગલાં ન ભરે.

આ દરમિયાન સરકાર તરફથી ગોલ્ડ ઈન્પોર્ટ ડ્યુટી (Gold Import Duty)ને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે અને આ બાબતે સમગ્ર સ્થિતિને સ્પષ્ટ કરી દીધી છે.

શું સરકાર ગોલ્ડ ઈમ્પોર્ટ વધારશે

બજારમાં ભારે અફરા-તફરી વચ્ચે આ અંગે મોટો પ્રશ્ન છતાવી રહ્યો છે કે શું સરકાર ટેક્સ વધારવા જઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ છે-ના. મીડિયા અહેવાલ પ્રમાણે 11 મેના રોજ સરકારી સૂત્રો તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે અત્યારે સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી (Import Duty On Gold And Silver) વધારવાની કોઈ જ યોજના નથી.

આ સ્પષ્ટતા એટલા માટે ખૂબ જ મહત્વની બની ગઈ હતી કે કારણ કે બજારમાં એવી દહેશત હતી કે PM મોદીની અપીલ બાદ વિદેશી હૂંડિયાણ બચાવવા માટે સરકાર ડ્યુટી વધારી શકે છે.

જ્વેલરી કંપનીઓના શેરોમાં મોટાપાયે વેચવાલી

બીજીબાજુ ભારે ગભરાહટ વચ્ચે જ્વેલરી કંપનીઓના શેરોમાં મોટાપાયે વેચવાલીનો માહોલ રહ્યો હતો. BSE ખાતે અનેક દિગ્ગજ કંપનીઓના શેરમાં ભારે આંચકો લાગ્યો હતો. સ્કાઈ ગોલ્ડ એન્ડ ડાયમંડ રૂપિયા 39.80 એટલે કે 7.35 ટકા તૂટી રૂપિયા 501.45, Senco Gold Ltd રૂપિયા 29.90 એટલે કે 8.18 ટકા ગગડી રૂપિયા 335.50, કલ્યાણ જ્વેલર્સ (Kalyan Jewellers) રૂપિયા 39.35 એટલે કે 9.27 ટકા ગગડી રૂપિયા 385.20, ટાઈટન કંપની લિમિટેડ રૂપિયા 309 એટલે કે 6.85 ટકા તૂટી રૂપિયા 4,200, ત્રિભોવનદાસ ભિમજી ઝવેરી (TBZ) રૂપિયા 11.03 એટલે કે 7.16 ટકા ઘટી રૂપિયા 142.98 રહ્યા હતા.