Post Office RD Calculation:પોસ્ટ ઓફિસ RDમાં દર મહિને રૂપિયા 2000ના રોકાણ પર 5 વર્ષ પછી કેટલા પૈસા મળશે? આ સંપૂર્ણ ગણતરી વિશે જાણો

રોકાણ પર સારું વળતર મળે અને ફુગાવાજન્ય સ્થિતિ એટલે કે ઈન્ફ્લેશનની સ્થિતિની સામે પૈસા સુરક્ષિત રહે તેવા વિવિધ વિકલ્પો પર રોકાણકારો સતત વિચાર કરતાં હોય છે અને રોકાણ ઈન્સ્ટ્રુમેન્ટને શોધતા હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Nov 2026 03:19 PM (IST)Updated: Sat, 28 Nov 2026 03:19 PM (IST)
post-office-rd-calculation-how-much-money-will-you-receive-after-5-years-by-investing-rs-2000-every-month-in-a-post-office-rd-learn-about-the-complete-calculation

Post Office RD Calculation:રોકાણ પર સારું વળતર મળે અને ફુગાવાજન્ય સ્થિતિ એટલે કે ઈન્ફ્લેશનની સ્થિતિની સામે પૈસા સુરક્ષિત રહે તેવા વિવિધ વિકલ્પો પર રોકાણકારો સતત વિચાર કરતાં હોય છે અને રોકાણ ઈન્સ્ટ્રુમેન્ટને શોધતા હોય છે. શેરબજાર અથવા તો મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણના વિકલ્પો વધારે વળતર આપવા માટે પ્રચલિત હોય છે, જોકે મોટાભાગના રોકાણકારો તેમના ઈન્વેસ્ટમેન્ટને સુરક્ષિત રાખવા માંગ હોય તેમના માટે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટમાં રોકાણ કરી શકાય છે. અલબત આ માટે ગેરન્ટેડ રિટર્ન ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસની RDમાં રોકાણ કરવું જોઈએ.

પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ 

નાના અને સુરક્ષિત રોકાણ માટે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના ઘણા લોકોની પસંદગી રહે છે. જો તમે દર મહિને ₹2,000ની બચત કરીને આ યોજનામાં 5 વર્ષ સુધી રોકાણ કરો છો તો મુદત પૂરી થયા બાદ તમને કુલ કેટલી રકમ હાથમાં આવશે, તેની સરળ ગણતરી અહીં રજૂ કરી છે.

હાલ કેટલો વ્યાજદર મળી રહ્યો છે?

પોસ્ટ ઓફિસની 5 વર્ષની મુદતવાળી RD યોજના પર હાલ વાર્ષિક 6.7 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજની ગણતરી દર ત્રણ મહિને (ત્રિમાસિક ધોરણે) ચક્રવૃદ્ધિ એટલે કે કમ્પાઉન્ડિંગના નિયમ મુજબ થાય છે.

આ યોજનામાં કોઈ પણ ભારતીય નાગરિક ખાતું ખોલાવી શકે છે. વ્યક્તિગત ખાતા ઉપરાંત ત્રણ પુખ્ત વ્યક્તિઓ સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. નાબાલિગ બાળકો વતી તેમના માતા-પિતા અથવા વાલી ખાતું ખોલાવી શકે છે.

દર મહિને ₹2,000 જમા કરાવતા કેટલું ફંડ બનશે?

જો તમે દર મહિને ₹2,000 જમા કરાવો છો, તો એક વર્ષમાં તમારી કુલ બચત ₹24,000 થાય છે. પાંચ વર્ષ એટલે કે 60 મહિના સુધી આ રકમ નિયમિત જમા કરાવતા તમારી કુલ મૂડી ₹1,20,000 થાય છે.

  • માસિક રોકાણ: ₹2,000
  • રોકાણની મુદત: 5 વર્ષ (60 મહિના)
  • કુલ હપ્તા: 60
  • કુલ જમા મૂડી: ₹1,20,000
  • વાર્ષિક વ્યાજદર: 6.7 ટકા
  • અંદાજિત વ્યાજની આવક: લગભગ ₹22,732
  • મેચ્યોરિટી પર કુલ રકમ: લગભગ ₹1,42,732

આમ, પાંચ વર્ષના સમયગાળામાં તમે તમારી બચતમાંથી ₹1.20 લાખ જમા કરાવશો અને તેની સામે વ્યાજ પેટે આશરે ₹22,732નો વધારાનો લાભ મળશે. પરિણામે પાંચ વર્ષને અંતે તમારી પાસે અંદાજે ₹1.43 લાખનું ફંડ તૈયાર થશે.