PNB FD: જો તમે કોઈ પણ જોખમ વગર ચોક્કસ સમયગાળામાં ખાતરીપૂર્વકનું અને સારું વળતર મેળવવા માંગતા હોય તો પંજાબ નેશનલ બેંક (PNB) તમારા માટે એક શાનદાર વિકલ્પ લઈને આવી છે. PNBની 680 દિવસની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સ્કીમમાં ગ્રાહકોને વાર્ષિક 7.65 ટકા સુધીનું ઊંચું વ્યાજ મળી રહ્યું છે. બેંક દ્વારા રોકાણકારો તેમની ઉંમરના આધારે વ્યાજ દરો નક્કી કરવામાં આવ્યા છે.
કયા ગ્રાહકોને કેટલો ફાયદો?
પંજાબ નેશનલ બેંકની આ ખાસ ટર્મ ડિપોઝિટ યોજનામાં સામાન્ય નાગરિકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે આકર્ષક દરો રાખવામાં આવ્યા છે
સુપર સિનિયર સિટીઝન્સ (80 વર્ષથી વધુ ઉંમર): સુપર સિનિયર સિટીઝન્સની આ કેટેગરીમાં ગ્રાહકોને સૌથી વધુ 7.65 ટકા વાર્ષિક વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો છે.
સિનિયર સિટીઝન્સ (60 થી 80 વર્ષ): સિનિયર સિટીઝન આ સ્કીમ હેઠળ વાર્ષિક 7.40 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે.
સામાન્ય નાગરિકો (60 વર્ષથી ઓછી ઉંમર): સામાન્ય રોકાણકારોને આ 680 દિવસની FD પર 6.90 ટકા વાર્ષિક વ્યાજ મળશે.
| રોકાણકારનો વર્ગ | વ્યાજ દર | અંદાજિત વ્યાજ |
| સામાન્ય નાગરિક | 6.90% | ₹67,965 |
| સિનિયર સિટિઝન્સ | 7.40% | ₹73,187 |
| સુપર સિનિયર સિટિઝન્સ | 7.65% | ₹75,813 |
રૂપિયા 5 લાખના રોકાણ પર વ્યાજ
| રોકાણકારનો વર્ગ | વ્યાજ દર | અંદાજિત વ્યાજ |
| સામાન્ય નાગરિક | 6.90% | ₹67,965 |
| સિનિયર સિટિઝન્સ | 7.40% | ₹73,187 |
| સુપર સિનિયર સિટિઝન્સ | 7.65% | ₹75,813 |
રૂપિયા10 લાખના રોકાણ પર વ્યાજ
| રોકાણકારનો વર્ગ | વ્યાજ દર | અંદાજિત વ્યાજ |
| સામાન્ય નાગરિક | 6.90% | ₹1,35,930 |
| સિનિયર સિટિઝન્સ | 7.40% | ₹1,46,373 |
| સુપર સિનિયર સિટિઝન્સ | 7.65% | ₹1,51,626 |
680 દિવસનો સમયગાળો શા માટે ફાયદાકારક છે?
સામાન્ય રીતે બેંકોમાં 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષની પરંપરાગત મુદતની FD ઉપલબ્ધ હોય છે. PNBની આ યોજના 680 દિવસની છે, જે અંદાજે 1 વર્ષ, 10 મહિના અને 10 દિવસ જેટલો સમય થાય છે. જે રોકાણકારો 2 વર્ષ કરતાં ઓછા સમય માટે પોતાની બચત સુરક્ષિત રાખવા માંગે છે, તેમના માટે આ એક ઉત્તમ તક છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકોની સરખામણીમાં 0.50% થી 0.75% જેટલું વધારે વ્યાજ મળી રહ્યું છે.
