8th Pay Commission:8મા પગાર પંચ (8th Pay Commission)ના અમલીકરણને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને બેઠકો વચ્ચે ડોઇશ બેંક રિસર્ચે એક મહત્ત્વપૂર્ણ અંદાજ રજૂ કર્યો છે. જો 8મા પગાર પંચનો અમલ વર્ષ 2028 સુધી પાછળ ઠેલાય તો સરકારને તત્કાલ ધોરણે થોડી રાહત મળી શકે છે પણ લાંબા ગાળામાં રાજકોષીય બોજ વધી શકે છે.આ રિપોર્ટ પ્રમાણે પગારમાં વધારો થવાને કારણે સરકારના ખર્ચમાં ઓછામાં ઓછા રૂપિયા 3 લાખ કરોડનો વધારો થઈ શકે છે. આ ખર્ચ નાણાકીય વર્ષ 2028માં સરકારની રાજકોષીય ખાધ ઘટાડવાની યોજના માટે પડકારરૂપ બનાવી શકે છે.
FY28 માં રાજકોષીય ખાધનો શું છે અંદાજ?
આ પણ વાંચો
ડોઇશ બેંકના વર્ષ 2027 માટેના વર્લ્ડ આઉટલુક અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2028માં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ GDPના 4.3% સુધી પહોંચી શકે છે. પગાર પંચનો ખર્ચ ઉપરાંત ક્રુડ ઓઈલના ઊંચા ભાવ, સબસિડીનો વધતો બોજ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી મળતા ડિવિડન્ડમાં સંભવિત ઘટાડો પણ સરકારી નાણાકીય સ્થિતિ પર દબાણ લાવી શકે છે.
8મા પગાર પંચ પાછળ અંદાજિત રૂપિયા 3 લાખ કરોડનો ખર્ચ, નાણાકીય વર્ષ 2027 માટે ડોઇશ બેંકે એવી ધારણા કરી છે કે રૂપિયા 2.9 લાખ કરોડના RBI ડિવિડન્ડ ટ્રાન્સફર કરતા વધારે છે. અલબત આ બંને આંકડા જુદા-જુદા નાણાકીય વર્ષો સાથે જોડાયેલા છે.
એરિયર્સ અને સમયમર્યાદાનું ગણિત
ડોઇશ બેંકના વિશ્લેષણ મુજબ ભલામણોનો અમલ વર્ષ 2028 સુધી પાછળ ઠેલવાથી શરૂઆતના સમયમાં તિજોરી પર થોડો બોજ ઓછો લાગી શકે છે, પરંતુ કુલ ચૂકવવાની રકમ વધી શકે છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ પ્રમાણે નિયત સમયમર્યાદામાં જ અમલ કરવો યોગ્ય રહેશે.
જો પગાર વધારો પાછલી તારીખથી એટલે કે પાછોતરી રીતે લાગુ કરવામાં આવે અને અમલમાં વિલંબ થાય તો એરિયર્સની રકમ લાંબા સમય માટે જમા થતી રહે છે. વિલંબ બાદ જ્યારે ભલામણો લાગુ થાય ત્યારે સરકારને બાકી નીકળતી રકમ પેટે એકસાથે મોટી રકમ ચૂકવવી પડી શકે છે.
વર્ષ 2027માં અમલની શક્યતા અને નાણાકીય વર્ષના લક્ષ્યાંકો
એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર 2027 થી 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવા અંગે વિચારણા કરી શકે છે. તેમ છતાં, અમલીકરણની ચોક્કસ તારીખ, અસરકારક તારીખ અને એરિયર્સ ચૂકવવાની પદ્ધતિ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેશે.
