8th Pay Commission પર બબાલ! આ પેન્શનરોની નહીં વધે પેન્શન? 11 માંગ સાથે PM મોદીને લખ્યો પત્ર

8મા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલા જ લાખો પેન્શનરોની ચિંતા વધી છે, ખાસ કરીને 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત થયેલા કર્મચારીઓના પેન્શન સંશોધનનો ઉલ્લેખ ન હોવાથી. ફોરમ ઓફ સિવિલ પેન્શનર એસોશિએશન (FCPA) એ પીએમ મોદીને 11 માગણીઓ સાથે પત્ર લખ્યો છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Fri, 27 Nov 2026 05:07 PM (IST)Updated: Fri, 27 Nov 2026 05:07 PM (IST)
8th-pay-commission-pensioners-body-writes-to-pm-modi

8th Pay Commission: 8 મા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલા જ લાખો પેન્શનરોની ચિંતા વધી ગઈ છે. 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત થયેલા કર્મચારીઓના પેન્શનમાં સંશોધનને આઠમાં પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરેન્સમાં સામેલ કરવાની માગ વધી ગઈ છે.

સંગઠને પીએમ મોદીને પત્ર લખી 11 માગ કરી

આ બધાની વચ્ચે પેન્શનરના એક સંગઠને પીએમ મોદીને પત્ર લખી 11 માગ કરી છે. જેમા માગ કરવામાં આવી છે કે, , 50 ટકા મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત (DR) નું બેઝીક પેન્શનમાં મર્જ,1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત થયેલા કર્મચારીઓના પેન્શનમાં સંશોધન અને વર્તમાન પેન્શન પર 20% એક્સ્ટ્રા વચગાળાની રાહત આપવાની માગ કરવામાં આવી છે.

ફોરમ ઓફ સિવિલ પેન્શનર એસોશિએશન (FCPA) દ્વારા 25 નવેમ્બરે પીએમ મોદીને લખેલા પત્રોની મુખ્ય 11 વાતો નીચે મુજબ છે.

  • પેન્શન કમ્યુટેશનનો સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 10 વર્ષ 8 મહિના કરવામાં આવે
  • સ્વાયત સંસ્થાઓ (Autonomous Bodies) ના કર્મચારીઓને પણ મળે 8મા પગાર પંચનો લાભ
  • પેન્શન વેલિડેશન કાયદો 2025 પરત લેવામાં આવે
  • જુની પેન્શન યોજના (OPS) લાગુ કરવામાં આવે અને NPS, UPS બંધ કરવામાં આવે
  • BSNL અને MTNL પેન્શનરોની પેન્શનમાં સંશોધન કરવામાં આવે
  • નિવૃત બેંક કર્મચારીઓના પેન્શનને પણ સમયે સમયે અપડેટ કરવું
  • 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત થયેલા કર્મચારીઓને પણ મળે લાભ
  • 50% DA અને DR બેસિક સેલરી અને પેન્શનમાં મર્જ કરવામાં આવે
  • જ્યાં સુધી 8મા પગાર પંચનો લાભ ન મળે ત્યાં સુધી વધારાનો આર્થિક લાભ (20 ટકા) મળવો જોઈએ
  • OROP હેઠળ બધા પેન્શનરોને એક સરખો લાભ મળે
  • CGHS સુવિધામાં સુધારો અને મેડિકલ અલાઉન્સ 5 હજાર કરવાની માગ

કેમ પેન્શનરો વિરોધ કરી રહ્યા છે?

ફોરમ સિવિલ પેન્શનરોએ 25 નવેમ્બરના રોજ એક પત્ર સોપ્યો હતો. તેમાં કેન્દ્ર સરકારને BSNL/MTNL, રેલવે, રક્ષા અને સ્વાયત સંસ્થાઓના પેન્શનરની સાથે સાથે ફેમિલ પેન્શનરના મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. નવેમ્બર 2025માં જાહેર કરવામાં આવેલા આઠમાં પગાર પંચમાં ToR માં ઓલ્ડ પેન્શન સ્કીમ, નેશનલ પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સિસ્ટમ હેઠળ આવતા પેન્શનરોના પેન્શન અને ગ્રેચ્યૂટી રિવિજનની વાત તો કરવામાં આવી છે, પરંતુ તેમાં 1 જાન્યુઆરી 2026 પહેલા જે કર્મચારીઓ નિવૃત થયા છે તેના વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.