Sukanya Samriddhi Yojana: દિકરીના ઉજ્જવળ ભવિષ્ય અને આર્થિક રીતે પગભર કરવા માંગતા હોય તો સુકન્યા સમૃદ્ધિ યોજના તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે. માતા પિતા તેમની દિકરીના નામથી 10 વર્ષથી ઓછી ઉંમર સુધી આ ખાતું ખોલાવી તેમાં પૈસા જમા કરાવી શકે છે અને તેના પર તેઓને 8 ટકા કરતાં વધારે વ્યાજની કમાણી મળી શકે છે. દર મહિને થોડી થોડી રકમ જમા કરીને લાંબા ગાળામાં લાખો રૂપિયાનું ભંડોળ તૈયાર કરી શકાય છે અને આ રીતે દિકરીના નામથી મોટું ભંડોળ ઊભુ કરી શકાય છે. આજે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીના નામથી ખાતું ખોલાવવાથી કેવા-કેવા લાભ થાય છે તે અંગે માહિતી મેળવશું.
ઓછામાં ઓછા 8.2 ટકા વાર્ષિક વ્યાજ
આ પણ વાંચો
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછામાં ઓછા 8.2 ટકા વાર્ષિક વ્યાજની ઓફર કરવામાં આવે છે અને જે દીકરીના નામથી ખાતું ખોલાવવું હોય તેની મહત્તમ ઉંમર 10 વર્ષથી વધારે ન હોવી જોઈએ. રોકાણકારો મહત્તમ રૂપિયા 1.50 લાખ સુધીનું ભંડોળ જમા કરાવી શકે છે. જ્યારે આ ખાતું ખોલાવ્યાના 21 વર્ષ બાદ મેચ્યોર થાય છે. અલબત સરકાર આ યોજનામાં વ્યાજ દરોની સમયાંતરે સમીક્ષા કરતી હોય છે.સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારા દ્વારા કેટલા પૈસા જમા કરવામાં આવે છે તેના આધારે તમારા ભંડોળના પ્રમાણ નક્કી થાય છે.
કેટલું ભંડોળ તૈયાર કરી શકાય છે
કોઈ વ્યક્તિ દર મહિને રૂપિયા 12500 જમા કરાવે છે તો તેને 21 વર્ષના અંતે કૂલ જમા રકમ રૂપિયા 22.50 લાખ થાય છે અને પાકતી રકમ રૂપિયા 69.33 લાખ થાય છે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ દીકરીના નામથી ખાતું ખોલાવીને રૂપિયા 10 હજાર જમા કરાવે છે તો કૂલ એકત્રિત થતી રકમ રૂપિયા 18 લાખ રહેશે અને પાકવાના સમયે મળતી રકમ રૂપિયા 55.46 લાખ થાય છે. અલબત જો કોઈ વ્યક્તિ દર મહિને રૂપિયા એક હજાર જમા કરાવે છે તો કૂલ એકત્રિત થતી રકમ રૂપિયા 1.80 લાખ થાય છે અને પાકવા સમયે મળતી રકમ રૂપિયા 5.55 લાખ થાય છે.
21 વર્ષે મેચ્યોરિટીઝ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહત્તમ 15 વર્ષ પૈસા જમા કરવાની સમય અવધિ રહે છે. જ્યારે ખાતું ખોલાવ્યાના 21 વર્ષ બાદ મેચ્યોર થાય છે અને વિશેષ વાત એ છે કે તેમાં 15 વર્ષ બાદ નવા રોકાણ કરવું જરૂરી નથી. બીજા શબ્દોમાં કહીએ તો 15 વર્ષ સુધી બચત કર્યાં બાદ ત્યારબાદ વધુ 6 વર્ષ વધારે સમય માટે આ ફંડ વધારવાનું રહે છે.
