Bank FD Vs Post Office Scheme: રોકાણકારો સુરક્ષિત અને સુનિશ્ચિત વળતર માટે બેન્કની ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરતાં હોય છે અથવા તો પરંપરાગત એવી પોસ્ટ ઓફિસની વિવિધ મુદતની યોજનાનો લાભ લઈને રોકાણ કરવાનું વલણ ધરાવતા હોય છે. પણ આ વિકલ્પોની પસંદગી કરતી વખતે કોણ કેટલું વધારે વ્યાજ આપે છે તે અંગે વિચાર કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજના પર સારા એવા પ્રમાણમાં વ્યાજ મળે છે અને તે સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન ધરાવે છે. તો બીજીબાજુ બેન્કોની FD પણ વધતી મોંઘવારી અને ફુગાવાના દબાણ હેઠળ ઊંચા દરોની ઓફર કરી રહી છે. કેટલીક બેન્કો તો 8.25 ટકા સુધી ઊંચુ વળતર આપે છે.
પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમોમાં કેટલા પ્રમાણમાં વ્યાજ મળે છે?
| પોસ્ટ ઓફિસ યોજના | વ્યાજ દર |
| સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) | 8.20% |
| સુકન્યા સમૃદ્ધિ યોજના | 8.20% |
| નેશનલ સેવિંગ સર્ટીફિકેટ (NSC) | 7.70% |
| 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ | 7.50% |
| કિસાન વિકાસ પત્ર (KVP) | 7.50% |
| મન્થલી ઈનકમ સ્કીમ (MIS) | 7.40% |
| 3 વર્ષની ટાઈમ ડિપોઝીટ | 7.10% |
| 2 વર્ષની ટાઈમ ડિપોઝીટ | 7% |
| 1 વર્ષની ટાઈમ ડિપોઝીટ | 6.90% |
| રિકરિંગ ડિપોઝીટ (RD) | 6.70% |
વર્તમાન સમયમાં ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ
બેન્કની ફિક્સ્ડ ડિપોઝીટમાં જો તમે રોકાણ કરવા માંગતા હોય તો કેટલીક એવી બેન્કો પણ છે કે જે 8 ટકાથી વધારે વ્યાજ દરોની ઓફર કરે છે. સૂર્યોદર સ્મૉલ ફાયનાન્સ બેન્ક 5 વર્ષની FD પર 8.25 ટકા વ્યાજ આપે છે. એવી જ રીતે ઉજ્જીવન બેન્ક 3 વર્ષ,1 દિવસથી 3.6 વર્ષ સુધીના સમય માટે 8.1 ટકા વ્યાજની ઓફર કરે છે.
| બેન્કોના નામ | મહત્તમ વ્યાજ દર |
| ઉત્કર્ષ સ્મૉલ ફાયનાન્સ બેન્ક | 8.10% |
| સૂર્યોદય સ્મૉલ ફાયનાન્સ બેન્ક | 8.25% |
| ઉજ્જીવન સ્મૉલ ફાયનાન્સ બેન્ક | 8.10% |
| DCB બેન્ક | 7.50% |
| બંધન બેંક | 7.45% |
| બેન્ક ઓફ ઈન્ડિયા | 6.85% |
| કોટક મહિન્દ્રા બેન્ક | 6.80% |
| પંજાબ નેશનલ બેન્ક | 6.80% |
| ઈન્ડિયા બેંક | 6.80% |
| બેંક ઓફ બરોડા | 6.75% |
| કેનેરા બેન્ક | 6.75% |
| HDFC બેન્ક | 6.60% |
| SBI | 6.45% |
