SIP vs Lump Sum: ₹10 લાખના રોકાણ પર 10 વર્ષમાં શેમાં બનશે મોટું ફંડ? સમજો સંપૂર્ણ ગણિત

જો તમે એક સાથે મોટી રકમનું રોકાણ કરવા માંગતા હોય અને દર મહિને કે ચોક્કસ સમય ગાળામાં અમુક રકમ મળતી રહે તેવું આયોજન ધરાવતા હોય તો મ્યુચ્યુઅલ ફંડ એ તમારા માટે એક સારો લોકપ્રિય વિકલ્પ બની શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 20 Nov 2026 10:26 AM (IST)Updated: Fri, 20 Nov 2026 10:26 AM (IST)
mutual-funds-sip-vs-lump-sum-investment-10-year-mutual-fund-returns-on-rs-10-lakh-explained

SIP vs Lump Sum for 10 Years:જો તમે એક સાથે મોટી રકમનું રોકાણ કરવા માંગતા હોય અને દર મહિને કે ચોક્કસ સમય ગાળામાં અમુક રકમ મળતી રહે તેવું આયોજન ધરાવતા હોય તો મ્યુચ્યુઅલ ફંડ એ તમારા માટે એક સારો લોકપ્રિય વિકલ્પ બની શકે છે. જો તમે દર મહિને રૂપિયા દસ હજારની SIP મારફતે પણ રોકાણ કરી શકો છો. અલબત જો બન્ને પરિણામોને લઈ 10 વર્ષના સમય ગાળામાં અલગ-અલગ જોવા મળી શકે છે.

બીજીબાજુ નિષ્ણાતોનું માનવું છે કે એક સમાન વળતર પર એક સાથે મોટી રકમનું રોકાણ સામાન્ય રીતે SIP મારફતે યોગ્ય મૂડી ભંડોળનું સર્જન કરી શકાય છે. અલબત આ સાથે કેટલાક પ્રમાણમાં જોખમ પણ રહેલા હોય.

જો તમે 10 વર્ષ માટે યોજના ધરાવતા હોય તો

ધારો કે તમે આગામી 10 વર્ષ માટે રોકાણને લગતી યોજના ધરાવતો હોય અને સરેરાશ 11 ટકા વાર્ષિક વળતર મળે છે. 

SIP અંગેની ગણતરી

જો કોઈ વ્યક્તિ દ્વારા દર મહિને રૂપિયા 10 હજારની SIP કરે છે તો આગામી 10 વર્ષ માટે તેનું મૂડી ભંડોળ 12.15 લાખ થઈ જશે અને રોકાણકારને આશરે રૂપિયા 9.24 લાખનું શાનદાર વળતર મળી શકે છે. અલબત મેચ્યોરિટી સમય પર આ ભંડોળનું પ્રમાણ રૂપિયા 21.24 લાખ જેટલું થઈ જશે. 

અલબત જો તમે લમ્પ સમ ગણતરી કરતા હોય તો

એવી જ રીતે જો તમે રૂપિયા 10 લાખનું એક સાથે જ રોકાણ કરવા જતા હોય અને તેના પર જો સરેરાશ ધોરણે 10 ટકાથી વધારે એટલે કે 11 ટકા જેટલું વળતર મળે તો 10 વર્ષમાં તમારી રકમ વધીને રૂપિયા 28.39 લાખ થઈ શકે છે. તમારા આ કૂલ ભંડોળમાં રૂપિયા 18.39 લાખ વળતરનો સમાવેશ થઈ શકે છે. Lump Sumમાં સૌથી મોટું કારણ કમ્પાઉન્ડિંગને લગતી છે. Lump Sum એટલે એક જ સાથે પૂરી રકમને બજારમાં રોકાણ માટે રજૂ કરવામાં આવે છે અને તે એક સાથે 10 વર્ષ સુધી બજારમાં યથાવત રહેવાથી કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. જ્યારે SIPમાં રોકાણ ધીમે ધીમે થાય છે અને તે શરૂઆતી વર્ષમાં એક સાથે રકમ બજારમાં રોકવામાં આવતી નથી. અને તેની કમ્પાઉન્ડિંગની અસર મર્યાદિત રહે છે.