Green Energy Data Center: એનવીડિયાને થયેલા ભારે નુકસાનથી ભારતના ઉદ્યોગપતિઓ માટે ફાયદો, AI અને એનર્જી સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટને મળશે વેગ

છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ફસાયેલી એનવીડિયા કંપનીના શેરોમાં ભારે મંદીની સ્થિતિ જોવા મળી રહી છે અને આ સંજોગોમાં અમેરિકાની સિલિકોન વેલીને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 20 Nov 2026 03:00 PM (IST)Updated: Fri, 20 Nov 2026 03:00 PM (IST)
nvidias-heavy-losses-prove-beneficial-for-indian-industrialists-investments-in-the-ai-and-energy-sectors-set-to-gain-momentum

Green Energy Data Center: છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ફસાયેલી એનવીડિયા કંપનીના શેરોમાં ભારે મંદીની સ્થિતિ જોવા મળી રહી છે અને આ સંજોગોમાં અમેરિકાની સિલિકોન વેલીને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. બીજીબાજુ આ સમગ્ર પરિસ્થિતિમાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણી ગ્રુપને ફાયદો મળી રહ્યો છે.

વર્ષ 2035 સુધીમાં આશરે 100 અબજ ડોલર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગીગાવોટ-સ્કેલ AI તૈયાર કરવા માટે જે આશરે રૂપિયા 10 ટ્રિલિયન એટલે કે રૂપિયા 107 કરોડનુ આગામી સાત વર્ષમાં રોકાણ કરવા ખાતરી આપેલી તો બીજીબાજુ અદાણી ગ્રુપને વર્ષ 2035 સુધીમાં આશરે 100 અબજ ડોલર ડેટા સેન્ટર પ્રોજેક્ટમાં રોકાણની જાહેરાત કરી હતી.

કચ્છમાં વિશ્વનું સૌથી વિશાળ ગ્રીન-એનર્જી પ્રોજેક્ટ્સ

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કચ્છમાં વિશ્વનું સૌથી વિશાળ ગ્રીન-એનર્જી પ્રોજેક્ટ્સ તૈયાર થઈ રહ્યો છે.અહીં અદાણીનો સોલર પાર્ક પેરિસના કદની તુલનામાં આશરે પાંચ ગણો મોટો છે, જ્યારે અંબાણી ગ્રુપ સિંગાપુરના કદ કરતાં ત્રણ ગણા વિશાળ કોમ્પ્લેક્સને તૈયાર કરવા જઈ રહેલ છે. ભવિષ્યમાં એનર્જીનો વ્યાપક વપરાશ ધરાવતા ડેટા સેન્ટરોને વીજળી સપ્લાઈ જેવા પાયાગત માળખાને લઈ અદાણી મજબૂત સ્થિતિ ધરાવે છે, એવી જ રીતે અંબાણી પાસે આશરે 5 કરોડથી વધારે ટેલિકોમ ગ્રાહકો છે,જે AI સર્વિસિસને લગતું સંભવિત બજાર હોવાનું માનવામાં આવે છે. આ સંજોગોમાં આગામી સમયમાં આ સ્થિતિમાં એક મોટા બજારનું સર્જન થઈ શકે છે.

શેરના ભાવોમાં આવ્યો મોટો કડાકો

બીજીબાજુ એનવીડિયાના શેરોમાં 29 ઓક્ટોબર બાદથી અત્યાર સુધીમાં 30 ટકાથી વધારે ઘટાડો થઈ ગયો છે. કંપનીના શેરનો ભાવ ઓક્ટોબરના અંત ભાગમાં એટલે કે 29મી ઓક્ટોબરના રોજ અમેરિકા બજારોમાં 210 ડોલર ઉપર કામકાજ કરતાં હતા, જે ગઈકાલે 30 ટકાથી વધુ ગગડીને 145 ડોલર પર કામકાજ કરતાં હતા. કંપનીના શેરધારકોને છેલ્લા એક મહિનામાં આર્થિક મોરચે ભારે નુકસાન થયું છે.