Nvidia CEO:જેનસેનનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું, Nvidiaના ચેરમેને મહત્વનું નિવેદન આપ્યું

Nvidia એનવીડિયામાં જેનસેન હુઆંગ કંપનીના ટોચના પદ પર પરત ફરશે કે નહીં તે અંગે ઘણા સમયથી જે અટકળો ચાલતી હતી તેને લઈ આજે એનવીડિયાના ચેરમેન હાર્વે જોન્સે મહત્વનું નિવેદન આપ્યું છે અને તેમણે સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યુ છે કે જેનસેન હુઆંગ હવે CEO તરીકે પરત ફરવાનો કોઈ જ ઈરાદો ધરાવતા નથી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Nov 2026 08:47 AM (IST)Updated: Wed, 18 Nov 2026 08:56 AM (IST)
jensens-resignation-has-been-accepted-nvidias-chairman-has-made-an-important-statement

Nvidia CEO:Nvidia એનવીડિયામાં જેનસેન હુઆંગ કંપનીના ટોચના પદ પર પરત ફરશે કે નહીં તે અંગે ઘણા સમયથી જે અટકળો ચાલતી હતી તેને લઈ આજે એનવીડિયાના ચેરમેન હાર્વે જોન્સે મહત્વનું નિવેદન આપ્યું છે અને તેમણે સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યુ છે કે જેનસેન હુઆંગ હવે CEO તરીકે પરત ફરવાનો કોઈ જ ઈરાદો ધરાવતા નથી.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાજીનામુ સ્વીકાર્યું

આ અગાઉ જોન્સ દ્વારા કંપનીમાં આપવામાં આવેલ રાજીનામાને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હતું. હુઆંગના લગ્નેત્તર સંબંધો અંગે આવેલા અનેક અહેવાલથી જે તાજેતરમાં એનવીડિયા સાથે સંકળાયેલ વિવાદ વધુ ઘેરો બન્યો હતો અને ત્યારબાદ જેનસેનને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે ત્યારબાદ એક જાહેર નિવેદન આપ્યું હતું કે અને કહ્યું હતું કે કંપનીના કર્મચારીઓ, શેરહોલ્ડર તથા દેશ હિતમાં પરત ફરવા માટે અંગે નિર્ણય લેવાય તો તેઓ સન્માનિત થયા હોવાનો અહેસાસ કરશે. તેમણે પોતાના વ્યક્તિગત જીવનમાં જે ગંભીર ભૂલ થઈ હતી તેનો પણ સ્વીકાર કર્યો હતો.

પરિવારને સંબોધી ફરી સોશિયલ મીડિયા પર લખ્યો સંદેશ

દરમિયાન જેનસેને પોતાનું પદ છોડ્યા બાદ ફરી એક વખત તેમના પરિવાર માટે એક સંદેશ લખ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર 277 શબ્દોની પોસ્ટમાં લખ્યું કે મારો પરિવાર, હું તમને સૌને ખૂબ જ પ્રેમ કરું છું અને બાકીનું જીવન એવી રીતે વીતાવવા માગું છું કે તમારા પ્રેમને માટે હું યોગ્ય રહું.

વિવાદ કેવી રીતે સર્જાયો

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના જાસૂસ અને AI ચીપ ઉત્પાદક કંપનીના બે મહિલા અધિકારીઓ સાથે હુઆંગના સંબંધો જાહેરમાં આવ્યા હતા અને ત્યારબાદ CEO પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે તેમના પત્ની અને છેલ્લા 41 વર્ષથી જીવન સાથી રહેલ લોરી મિલ્સ તરફથી આ અહેવાલને લઈ કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી ન હતી.