બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બેલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ લોંચ કર્યો ; 25 નવેમ્બરથી NFO શરૂ થયો

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને લાંબા ગાળામાં સંપત્તિ સર્જન અને સ્થિરતાનો સુમેળ પૂરો પાડવા માટે બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Nov 2026 08:18 AM (IST)Updated: Thu, 26 Nov 2026 08:18 AM (IST)
baroda-bnp-paribas-mutual-fund-has-launched-a-balanced-hybrid-fund-the-nfo-began-on-november-25

Balanced Hybrid Fund:બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને લાંબા ગાળામાં સંપત્તિ સર્જન અને સ્થિરતાનો સુમેળ પૂરો પાડવા માટે બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમનો ન્યુ ફંડ ઓફર (NFO) 25 નવેમ્બર 2026ના રોજ ખુલ્યો છે અને 8 ડિસેમ્બર 2026ના રોજ બંધ થશે.

આ સ્કીમ તેની નેટ એસેટ્સના 40 થી 60 ટકા હિસ્સો ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં તથા 40 થી 60 ટકા હિસ્સો ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરશે. બજારની સ્થિતિ અને જોખમ-રિટર્નના મૂલ્યાંકનને આધારે ફંડ મેનેજરો આ ફાળવણીમાં સક્રિય ફેરફાર કરશે.

કંપનીના સીઈઓ મધુ નાયરે જણાવ્યું હતું કે બજારની આગામી ચાલનો અંદાજ લગાવવા કરતાં યોગ્ય એસેટ એલોકેશન અને શિસ્તબદ્ધ રોકાણ જાળવી રાખવું વધુ મહત્વનું છે. આ ફંડ પરિવારો માટે રોકાણ પ્રક્રિયાને સરળ બનાવશે.

 5 વર્ષના સમયગાળામાં ડાયનામિક મેનેજમેન્ટ 

ઈક્વિટી ફંડ મેનેજર સિલ્કી જૈનના જણાવ્યા મુજબ વિવિધ સેક્ટરો અને માર્કેટ કેપિટલાઈઝેશનમાં બોટમ-અપ રિસર્ચ દ્વારા ગુણવત્તાયુક્ત બિઝનેસિસ પસંદ કરાશે. બીજી તરફ, ફિક્સ્ડ ઈનકમ સીઆઈઓ પ્રશાંત પિમ્પલેએ ઉમેર્યું કે ડેટ પોર્ટફોલિયોમાં જોખમ ઘટાડવા મુખ્યત્વે સરકારી, AAA અને A1+-રેટેડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી આશરે 5 વર્ષના સમયગાળામાં ડાયનામિક મેનેજમેન્ટ કરવામાં આવશે.

રોકાણકારો વિગતો

લઘુત્તમ રોકાણ: લમ્પસમ રોકાણ ₹1,000થી (ત્યારબાદ ₹1ના ગુણાંકમાં) અને માસિક SIP ₹500થી શરૂ કરી શકાશે.   ઈક્વિટી પોર્ટફોલિયોનું સંચાલન સિલ્કી જૈન અને કીર્તન મેહતા કરશે, જ્યારે ડેટ પોર્ટફોલિયો પ્રશાંત પિમ્પલે અને વિક્રમ પમનાણી સંભાળશે.  વર્તમાન જોગવાઈ મુજબ, 24 મહિનાથી વધુ સમય સુધી રાખેલા યુનિટ્સના લાભ પર સામાન્ય રીતે 12.5 ટકાના દરે (ઈન્ડેક્સેશન વગર, લાગુ સરચાર્જ અને સેસ સાથે) લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ થઈ શકે છે.