Flexi-Cap Funds:રોકાણકારો શેરબજારમાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડો મારફતે રોકાણ કરી એક યોજનાબદ્ધ રોકાણ અભિગમ અપનાવતા હોય છે ત્યારે ફ્લેક્સીકેપ મ્યુચ્યુઅલ ફંડ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ લોકપ્રિય ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટ્રુમેન્ટ સાબીત થયું છે. આ દરમિયાન ફ્લેક્સીકેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં તાજેતરના સમયમાં રોકાણનું પ્રમાણ ઘટ્યું છે. અગાઉ નવેમ્બર 2025થી આ વર્ષના એપ્રિલ દરમિયાન આ ફંડ્સમાં દર મહિને સરેરાશ રૂપિયા 8,826 કરોડનું રોકાણ કરવામાં આવતું હતું, જે મે મહિનાથી ઓક્ટોબર 2026 દરમિયાન ઘટીને 5,310 કરોડ થઈ ગયું છે. આમ સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન સરેરાશ માસિક ધોરણે 40 ટકાનો ઘટાડો થયો છે.
નિષ્ણાતો શું કહે છે
આ પણ વાંચો
બજારના નિષ્ણાતોનું માનવું છે કે રોકાણની આ ઝડપ ઘટવા પાછળ ભારતીય શેરબજારમાં ભારે ભારે અફરા-તફરીનો માહોલ હતો તે જવાબદાર છે. અલબત બજારને લઈ રોકાણકારોનો વિશ્વાસ ઓછો થયો નથી. રોકાણકારો ફ્લેક્સીકેપ ફંડ્સને બદલે અન્ય લાર્જકેપ શેરો તરફ વળી રહ્યા છે,જેમણે એકંદરે અગાઉ નબળુ પર્ફોમન્સ દર્શાવ્યું હતું.
ફ્લેક્સીકેપ ફંડ્સમાં રૂપિયા 4,900 કરોડથી વધારે રોકાણ
આંકડાકીય માહિતી જોઈએ તો ઓક્ટોબર મહિનામાં ફ્લેક્સીકેપ ફંડ્સમાં રૂપિયા 4,900 કરોડથી વધારે રોકાણ આવ્યું હતુ, જે તેની અગાઉના મહિના એટલે કે સપ્ટેમ્બરમાં રૂપિયા 6,700 કરોડ રહ્યું હતું, જે એકંદરે 26 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. આ દરમિયાન લાર્જ અને મિડકેપ ફંડ્સમાં રૂપિયા 8480 કરોડનું તથા સ્મોલકેપ ફંડ્સમાં રૂપિયા 6400 કરોડનું ફંડ આવ્યું છે. અલબત છેલ્લા 12 મહિના દરમિયાન ફ્લેક્સીકેપ ફંડમાં પણ રૂપિયા 84810 કરોડનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડની વિવિધ કેટેગરીમાં જે રોકાણ વ્યૂહરચના બદલાઈ રહી છે તે દર્શાવે છે કે બજાર સેન્ટીમેન્ટ પ્રમાણે રોકાણકારો તેમની રોકાણ સંબંધિત પેટર્નમાં પરિવર્તન લાવી રહ્યા છે.
સ્મોલકેપ સેક્ટરમાં જે મોંઘુ વેલ્યુએશન
બજારના નિષ્ણાતોનું માનવું છે કે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં જે મોંઘુ વેલ્યુએશન રહ્યું તેને લીધે રોકાણકારો એકંદરે ફંડ સાઈઝ અને લાર્જકેપ શેરો તરફ પોતાનું વલણ બદલી રહ્યા છે. આ સંજોગોમાં પોર્ટફોલિયોની સ્થિતિ બજારની સ્થિતિમાં મિડકેપ તથા સ્મોલકેપમાં રોકાણ વધારવાને લગતી તકોનો લાભ મળી રહ્યો છે.
