New Rules, September 1, 2024: આધાર કાર્ડથી લઈને ફેક કોલ સુધી… 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ નિયમો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 26 Aug 2024 10:50 AM (IST)Updated: Wed, 28 Aug 2024 09:47 AM (IST)
many-rules-changed-on-september-1-2024-including-lpg-cylinder-credit-card-free-aadhaar-card-financial-rules-income-tax-rules-full-details

New Rules, September 1, 2024: ઓગસ્ટ મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે સપ્ટેમ્બર માસ (Rules Changed) શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિને નવા-નવા નિયમો અને કેટલાક સુધારો જોવા મળતા હોય છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડતી હોય છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈને આધાર કાર્ડનો સમાવેશ થાય છે. ત્યારે જાણો સપ્ટેમ્બર મહિનામાં કયા ફેરફારો થવાના છે.

ફ્રી આધાર કાર્ડ અપડેટ (Free Aadhaar Card Update)

હાલ ફ્રીમાં આધાર કાર્ડ (Aadhaar Card) ને અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે. જે બાદ આધાર સાથે સંબંધિત કેટલીક વસ્તુઓને ફ્રી અપડેટ કરી શકાશે નહીં. જો તમે આધાર કાર્ડમાં કંઈક બદલાવ કરવા માગો છો તો 14 સપ્ટેમ્બર પહેલા ફ્રીમાં બદલાવ કરાવી શકો છો.

મોંઘવારી ભથ્થું (Dearness Allowance)

સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. મોંઘવારી ભથ્થા (Dearness Allowance) માં 3 ટકાનો વધારો થઈ શકે છે.

ફેક કોલ સંબંધિત નિયમ

ટ્રાઈ (TRAI) દ્વારા કડક ગાઈડલાઈન જાહેર કરીને ટેલિકોમ કંપનીઓને ફેક કોલ અને ફેક મેસેજ પર અંકુશ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. TRAI એ જિયો (Jio), એરટેલ (Airtel), વીઆઈ (VI) અને બીએસએનએલ (BSNL) જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સીરિઝથી શરૂ થતા ટેલીમાર્કેટિંગ કૉલ્સ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેસર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે. ત્યારે 1 સપ્ટેમ્બરથી યૂઝર્સને ફેક કોલથી રાહત મળશે.

એલપીજી સિલિન્ડરની કિંમતોમાં બદલાવ

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ની કિંમતોમાં બદલાવ કરવામાં આવે છે. ત્યારે 1 સપ્ટેમ્બરના રોજ પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય તેવી સંભાવના છે.

ATF અને CNG-PNGના ભાવમાં બદલાવ

LPG સિલિન્ડરની કિંમતો સાથે ATF અને CNG-PNGના ભાવમાં ફેરફાર થાય તેવી સંભાવના છે. મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટ કંપનીઓ એવિએશન ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવમાં સુધારો કરે છે.