LPG Crisis in Pakistan:પડોશી દેશ પાકિસ્તાનમાં LPG સિલેન્ડરની કટોકટી ઘેરી બની, 12 કિલો ગેસનો ભાવ રૂપિયા 7 હજારને પાર

LPG Crisis in Pakistan:વિશ્વ અર્થવ્યવસ્થામાં જે મુશ્કેલ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લીધે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોંઘવારી અને ભીષણ ગરીબીની સ્થિતિ જોવા મળી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 04 Nov 2026 10:28 AM (IST)Updated: Wed, 04 Nov 2026 10:44 AM (IST)
pakistan-lpg-crisis-12kg-gas-cylinder-price-hits-7000-pkr

LPG Crisis in Pakistan:વિશ્વ અર્થવ્યવસ્થામાં જે મુશ્કેલ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લીધે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોંઘવારી અને ભીષણ ગરીબીની સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય પ્રજાજનોના જીવનમાં અનેક મુશ્કેલી જોવા મળી રહી છે. બીજી બાજુ ઈરાન સાથે જોડાયેલી સરહદ બંધ થઈ જતા પાકિસ્તાનમાં LPG સંકટ ઘેરું બન્યુ છે અને સતત તેની કિંમતોમાં અસાધારણ વધારો થઈ રહ્યો છે.

LPG માટે ઈરાન પર મોટો આધાર

પાકિસ્તાન તેના રસોઈ ગેસનો મોટો મદાર પડોશી દેશ ઈરાન પર રાખે છે અને હવે જ્યારે સરહદ બંધ થઈ છે ત્યારે LPG ગેસની દેશના અનેક ભાગોમાં ભારે અછત પ્રવર્તિ રહી છે. આ અછતની સ્થિતિ વચ્ચે LPG Cylinderની કિંમતો ખૂબ જ ઝડપભેર વધી રહી છે અને સામાન્ય પ્રજાની ક્ષમતા બહાર જતી રહી છે. અત્રે ઉલ્લેખનય છે કે પાકિસ્તાન દૈનિક ધોરણે આશરે સાત હજાટ ટન LPG ઈરાનમાંથી આયાત કરે છે, જે હવે બંધ થઈ ગયા છે. 

પાકિસ્તાનમં કિંમતો કેટલી વધી

12kg LPG સિલેન્ડરની કિંમત હવે રૂપિયા 7000 પહોંચી ગઈ છે. છેલ્લા 20-25 દિવસથી આ કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારબાદથી વિશ્વના દેશો એનર્જીને લઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાનમાં 12 kg સિલેન્ડરના ભાવ આશરે 55 ટકા ઉછળ્યાં છે.

એક સાથે અનેક સંકટ સર્જાયા

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અનેક મોરચે અનેક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ગત ઓક્ટોબરમાં ફુગાવાનો દર વધીને 9.6 ટકા લેવલ પર પહોંચ્યો છે, જ્યારે મધ્યસ્થ બેન્કે અગાઉના સપ્તાહમાં એનર્જી તથા ઘઉંની કિંમતોને ટાંકીને વ્યાજ દર વધારીને 12 ટકા કરવાનો આકરો નિર્ણય કર્યો છે.