LPG ગેસ સબસિડીના પૈસા ખાતામાં આવ્યા કે નહીં? ઘરે બેઠા આ રીતે ચેક કરો સ્ટેટસ

જો તમે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છો અને તમારા LPG ગેસ સિલેન્ડરની સબસિડી તમારા બેન્ક ખાતામાં હજુ સુધી આવ્યા નથી તો તેની પાછળનું કારણ તમે સરળતાથી ઘરે બેઠા સબસિડીને લગતા સ્ટેટસને ચેક કરી માહિતી મળવી શકો છો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 02:56 PM (IST)Updated: Mon, 02 Nov 2026 03:17 PM (IST)
lpg-subsidy-status-check-know-if-you-have-received-the-money-in-your-bank-account

LPG Subsidy Status:જો તમે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છો અને તમારા LPG ગેસ સિલેન્ડરની સબસિડી તમારા બેન્ક ખાતામાં હજુ સુધી આવ્યા નથી તો તેની પાછળનું કારણ તમે સરળતાથી ઘરે બેઠા સબસિડીને લગતા સ્ટેટસને ચેક કરી માહિતી મળવી શકો છો.

આ માટે તમારે સૌથી પહેલા MyLPG.inની વેબસાઈટ પર જાઓ. જ્યા જઈને સબિસિડીના સ્ટેટસ ચેક કરવું જોઈએ. તેનાતી તમને જાણ થશે કે તમારા પૈસા મોકલવામાં આવેલ છે કે નહીં.

ઓનલાઈન આ રીતે તપાસો સ્ટેટસ

  • સબસિડી સાથે સંકળાયેલ માહિતી માટે સૌથી પહેલા MyLPG.in વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ તમે તમારી ગેસ કંપની પસંદ કરી શકો છો, જેમ કે Indane, Bharat Gas અથવા HP.
  • હવે મેનુ પર જઈને Give your Feedback Online ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ LPG કેટેગરી પસંદ કરો, Subsidy Related(PAHAL) પર જાઓ અને Subsidy Not Received વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ તમારી સામે માહિતી આવશે, જેમાં સબસિડી સંબંધિત ચુકવણી અંગે સ્ટેટસ ચેક કરી શકાય છે.

સબસિડીના પૈસા નહીં આવવા પાછળનું કારણ

  • સબસિડનો ફાયદો ઉઠાવવા માટે તમારા બેન્ક અકાઉન્ટને આધાર લિંક હોવું જોઈએ અને આ સાથે જ DBT ચાલુ હોવું જરૂરી છે.
  • જે બેન્ક અકાઉન્ટમાં સબસિડી આવે છે તેમાં કોઈ કોઈ સમસ્યા છે તો આ સ્તિતિમાં પૈસા અટકી શકે છે.
  • જો ગેસ એજન્સી અને બેન્કમાં અકાઉન્ટ અને નામ સાથે સંકળાયેલ માહિતી અલગ હોય તો સબસિડી અટકી શકે છે.
  • આ સાથે જ જો તમે E-KYC પૂરું કર્યું નથી તો સબસિડી અટકી શકે છે.