September 2024 Bank Holidays Complete List: સપ્ટેમ્બર મહિનો (September Bank Holidays 2024) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં બેંકોમાં ઘણી બધી રજાઓ રહેવાની છે. જો તમારે સપ્ટેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામો પતાવવાના છે, તો આજે અમે તમને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સપ્ટેમ્બર મહિનાની બેંક હોલિડે લિસ્ટ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જે બાદ તમને સરળતાથી બેંક સંબંધિત કામ પૂર્ણ કરવામાં મદદ મળશે.
RBI હોલિડે કેલેન્ડર 2024 મુજબ, સપ્ટેમ્બર 2024માં ભારતના વિવિધ પ્રદેશોમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો કુલ 15 દિવસ માટે બંધ રહેશે. સપ્ટેમ્બરમાં 15 દિવસની રજાઓમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓ તેમજ રવિવાર, બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો
સપ્ટેમ્બર મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો (Bank Holiday September 2024)
- 1 સપ્ટેમ્બર: રવિવાર
- 4 સપ્ટેમ્બર: તિરુભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા (ગુવાહાટી)
- 7 સપ્ટેમ્બર: ગણેશ ચતુર્થી (લગભગ સમગ્ર ભારતમાં)
- 8 સપ્ટેમ્બર: રવિવાર
- 14 સપ્ટેમ્બર: બીજો શનિવાર
- 15 સપ્ટેમ્બર: રવિવાર
- 16 સપ્ટેમ્બર: બારવફાત (લગભગ સમગ્ર ભારતમાં)
- 17 સપ્ટેમ્બર: મિલાદ-ઉન-નબી (ગંગટોક અને રાયપુર)
- 18 સપ્ટેમ્બર: પેંગ-લહબસોલ (ગંગટોક)
- 20 સપ્ટેમ્બર: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (જમ્મુ અને શ્રીનગર)
- 22 સપ્ટેમ્બર: રવિવાર
- 21 સપ્ટેમ્બર: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી અને તિરુવનંતપુરમ)
- 23 સપ્ટેમ્બર: મહારાજા હરિસિંહ જી જન્મદિવસ (જમ્મુ અને શ્રીનગર)
- 28 સપ્ટેમ્બર: ચોથો શનિવાર
- 29 સપ્ટેમ્બર: રવિવાર
રાજ્યો અનુસાર હોય છે બેંકોમાં રજા
જણાવી દઈએ કે, બેંકોની રજાઓની લિસ્ટ તમામ રાજ્યોમાં એકસરખી હોતી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, તમામ રાજ્યોની રજાઓની લિસ્ટ અલગ-અલગ હોય છે. આ રજાઓની સંપૂર્ણ લિસ્ટ RBIની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવી છે, જે રાજ્યો અનુસાર વિવિધ તહેવારો અને રજાઓની સંપૂર્ણ જાણકારી આપે છે.
ગ્રાહકો મેળવી શકે છે ઓનલાઈન સુવિધાનો લાભ
બેંકોમાં રજા દરમિયાન ગ્રાહકો ઓનલાઈન બેંકિંગની મદદ લઈ શકે છે. ગ્રાહકો ઘરે બેઠા જ નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને યૂપીઆઈ દ્વારા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકાય છે.
