Bank Holidays: નવા સપ્તાહમાં તમે બેન્કને લગતા વિવિધ કામ ઉકેલવા જઈ રહ્યા છો તો પહેલા રજાઓની યાદીને જોઈ લેવી જરૂરી છે. કારણ કે 9થી 15 નવેમ્બર દરમિયાન દેશના વિવિધ શહેરોમાં છ દિવસ સુધી બેંક કામકાજ બંધ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના હોલિડે કેલેન્ડર પ્રમાણે આ રજાઓ વિવિધ રાજ્યો તથા તહેવારો પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.
કયા દિવસે અને ક્યાં બેન્ક બંધ રહેશે
- 9 નવેમ્બર સોમવારના રોજ અગરતલા, ભોપાલ, ચંડીગઢ, ગંગટોક, ઈમ્ફાલ અને જયપુર ખાતે બેન્ક બંધ રહેશે. જ્યારે કાનપુર અને લખનઉમાં દિવાળી, લક્ષ્મીપુજા, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસની રજા રહેશે.
- 10 નવેમબર:અમદાવાદ, બેલાપુર, બેંગ્લુરુ, દેહરાદૂન, ગંગટોક, મુંબઈ અને નાગપુરમાં બલી પ્રતિપદા,ગોવર્ધન પૂજા, લક્ષ્મી પૂજા અને વિક્રમ સંવત નવ વર્ષને લીધે બેન્ક બંધ રહેશે.
- 11 નવેમ્બરના રોજ ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનઉ અને શિમલામાં લક્ષ્મીપૂજા, નિંગોલ ચક્કૌબા, ભાઈબીજ તથા ચિત્રગુપ્ત જયંતીને લીધે બેન્ક બંધ રહેશે. ગંગટોકમાં સતત ત્રીજા દિવસે બેન્ક બંધ રહેશે.
- 13 નવેમ્બર: વાંગાલા ઉત્સવને કારણે શિલોંગમાં બેંકો બંધ રહેશે.
- 14 નવેમ્બરના રોજ મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે.
- 15 નવેમ્બર રવિવારની સાપ્તાહિક રજાને કારણે તમામ શહેરોમાં બેંકો બંધ રહેશે.
બેન્ક શાખા બંધ રહેવા છતાં ગ્રાહકોને અનેક સેવાઓ મળતી રહેશે. UPI મારફતે પૈસા મોકલવા અને આર્થિક વ્યવહારની સુવિધા યથાવત રહેશે. મોબાઈલ બેન્કિગ અને ઈન્ટરનેટ બેન્કિંગથી પણ અનેક આર્થિક વ્યવહાર કરી શકાશે.
આ ઉપરાંત ATM રોકડ ઉપાડ અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી ઉપલબ્ધ રહેશે. ફંડ ટ્રાન્સફર NEFT અને RTGS દ્વારા પણ કરી શકાય છે. જો કે કોઈપણ તાત્કાલિક કામ માટે શાખાની મુલાકાત લેતા પહેલા કૃપા કરી તમારા શહેરમાં રજાનું સમયપત્રક તપાસો.
