RBI Bank Holiday: દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં બેન્કને લગતાં ઘણા કામો પૂરા થવા આવશ્યક છે. જે લોકોને પોતાના બેન્કિંગના કામો પૂરા કરવાનું વિચારે છે તેમના માટે આ ઘણા મહત્વના સમાચાર છે, ભારતીય રિઝર્વ બેન્કના ઓફિશિયલ હોલિડે કેલેન્ડર અનુસાર, સોમવારે દેશના અલગ અલગ રાજયોમાં બેન્કની શાખાઓ બંધ રહેશે. RBIએ પવિત્ર તહેવારો જેવા કે, દિવાળી, લક્ષ્મી પૂજન અને ગોવર્ધન પૂજાને ધ્યાનમાં રાખીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળ 9 નવેમ્બર સોમવારના રોજ બેન્કમાં હોલિડેની જાહેરાત કરી છે,
RBIએ સોમવારે રજા જાહેર કરી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્કોમાં રજાઓને ત્રણ કેટેગરીઓમાં વર્ગીકૃત કરે છે. જેમાં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અને એકાઉન્ટ્સ ક્લોઝિંગ આ અનુસાર બેન્કોમાં હોલિડેની જાહેરાત કરવામાં આવે છે. 9 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં દિવાળી, લક્ષ્મીપૂજન, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસના પ્રસંગે બેન્કોમાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે, RBIના નિયમ પ્રમાણે, જાહેર કરાયેલી રજાઓ સમગ્ર દેશમાં એક સરખી લાગૂ નથી થતી. પરંતુ રાજ્યવાર ઉજવાતા તહેવારોના આધારે નક્કી કરવામાં આવે છે .
કયા રાજ્યો અને શહેરોમાં બેન્કો બંધ રહેશે?
સોમવાર, 9 નવેમ્બર 2026 ના રોજ નીચે મુજબના રાજ્યો અને શહેરોમાં બેંકિંગ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે:
- રાજસ્થાન: જયપુર
- મધ્ય પ્રદેશ: ભોપાલ
- સિક્કિમ:ગંગટોક
- મણિપુર:ઈમ્ફાલ
- ત્રિપુરા:અગરતલા
- ઉત્તર પ્રદેશ: લખનૌ, કાનપુર
- ચંદીગઢ
(નોંધ:દિલ્હી, મહારાષ્ટ્ર (મુંબઈ), પશ્ચિમ બંગાળ (કોલકાતા) અને દક્ષિણ ભારતના રાજ્યોમાં 9 નવેમ્બરે નિયમિત બેંકિંગ સેવાઓ ચાલુ રહી શકે છે અથવા તો ત્યાં બલિ પ્રતિપદા/ભાઈબીજ નિમિત્તે 10 અને 11 નવેમ્બરે રજાઓ નિર્ધારિત કરવામાં આવી છે.)
રજાના દિવસે પણ કઈ સેવાઓ ચાલુ રહેશે?
બેંકની શાખાઓ બંધ રહેવા છતાં ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ સેવાઓમાં કોઈ સમસ્યા નડશે નહીં. આ તમામ સેવાઓ સામાન્ય રીતે કાર્યરત રહેશે:
UPI સેવાઓ: ફોન પે, ગુગલ પે, પેટીએમ અને બેંક UPI એપ્સ દ્વારા ફંડ ટ્રાન્સફર વિના કોઈ અવરોધે ચાલુ રહેશે.
ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગ: નેટબેંકિંગ અને મોબાઈલ બેંકિંગ દ્વારા ઓનલાઈન પૈસાની લેવડ-દેવડ (IMPS, NEFT, RTGS) ચાલુ રહેશે.
ATM સેવાઓ: કેશ ઉપાડવા અને કેશ ડિપોઝિટ મશીનો પહેલાની જેમ જ કામ કરશે.
શાખાની ભૌતિક સેવાઓ બંધ રહેશે: ચેક ક્લિયરન્સ, પાસબુક પ્રિન્ટ/અપડેટ, કાઉન્ટર પરથી રોકડ ઉપાડવી અને નવું ખાતું ખોલાવવા જેવા ભૌતિક કામકાજ સોમવારે બંધ રહેશે.
