US Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી આયાત થતા માલ-સામાન પર 25 ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાને લગતી જે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તે અંગે ભારત સરકારે પ્રતિક્રિયા આપી છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના આ પગલાને નકારતા ક્યું કે ભારત એવા કોઈ જ સેક્ટરમાં માળખાગત વધારાની ઉત્પાદન ક્ષમતા ધરાવતું નથી.
ભારત સરકારે સ્પષ્ટપણે આપ્યો જવાબ
USTR અને કલમ 301 તપાસમાં જે વાત કહેવામાં આવી છે તે અંગે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે વ્યાપાર અંગે જે ચિંતા પ્રવર્તિ રહી છે તેનો ઉકેલ દ્વિપક્ષીય વ્યાપાર મારફતે જ મેળવવામાં આવવો જોઈએ. ભારતનું માનવું છે કે જે મુદ્દાનો ઉકેલ નથી આવ્યો તેને લી વાતચીત આગળ વધારવી જોઈએ.
25મી જાન્યુઆરીના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટીવ(USTR)એ સેક્શન 301 હેઠળની તપાસ બાદ ભારત સહિત 16 જેટલા દેશો પર એડિશનલ ટેરિફ લાદવાની દરખાસ્ત રજૂ કરી હતી. જે અંતર્ગત ભારતના માલ-સામાન પર 25 ટકા સુધી વધારાના ટેરિફ લાદવાની દરખાસ્ત કરી હતી. આ વધારાના ટેરિફ અંગે 5મી જાન્યુઆરી 2027 સુધીમાં જાહેર ટિપ્પણી મંગાવી છે અને તે અંગે 25મી જાન્યુઆરીના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી છે. આ સાથે ત્યારબાદ જ અમેરિકી વહિવટીતંત્ર યોગ્ય સૂચનો અને ટિપ્પણી અંગે સમીક્ષા કરીને અંતિમ નિર્ણય કરશે.
દ્વિપક્ષિય વાટાઘાટથી ઉકેલ
ભારત સરકારનું કહેવું છે કે સમજૂતીને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવા માટે તે કટિબદ્ધ છે અને બન્ને દેશ દ્વારા 2 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવેલી જાહેરાત તથા 7 ફેબ્રુઆરી 2026ના રોજ આપવામાં આવેલ સંયુક્ત નિવેદન પ્રમાણે સમજૂતીને શક્ય એટલા જલ્દીથી પૂરી કરવાની દિશામાં આગળ વધવા પ્રયત્ન કરવામાં આવશે.
