Credit Score:ધિરાણ કે લોન મેળવવા ક્રેડિટ સ્કોર કેટલો જરૂરી? કેવી રીતે અને ક્યાંથી રિપોર્ટ મેળવી શકાય તે જાણો

જ્યારે કોઈ વ્યક્તિ બેન્ક પાસેથી ધિરાણ મેળવવાની યોજના ધરાવે છે ત્યારે તેનો ક્રેડિટ સ્કોર કેવો છે તેની તપાસ કરવામાં આવે છે. ક્રેડિટ સ્કોર જેટલો સારો હોય તેના આધારે લોન કે ધિરાણની સુવિધા જલ્દીથી મળી જતી હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Nov 2026 08:15 AM (IST)Updated: Mon, 23 Nov 2026 08:15 AM (IST)
how-important-is-a-credit-score-for-obtaining-credit-or-a-loan-find-out-how-and-where-you-can-get-your-report

Credit Score:જ્યારે કોઈ વ્યક્તિ બેન્ક પાસેથી ધિરાણ મેળવવાની યોજના ધરાવે છે ત્યારે તેનો ક્રેડિટ સ્કોર કેવો છે તેની તપાસ કરવામાં આવે છે. ક્રેડિટ સ્કોર જેટલો સારો હોય તેના આધારે લોન કે ધિરાણની સુવિધા જલ્દીથી મળી જતી હોય છે. ભારતમાં ક્રેડિટ સંબંધિત સ્કોર પૂરી પાડતી કેટલીક કંપનીઓ ઉપલબ્ધ છે, જે ક્રેડિટને લગતો રિપોર્ટ ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે. અલબત આ માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 1લી જાન્યુઆરી 2017થી લાગુ નિયમો પ્રમાણે દરેક કેલેન્ડર વર્ષ દરમિયાન ચાર વખત ફ્રીમાં ક્રેડિટ રિપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

અલબત આ સુવિધા ફક્ત એવા લોગોને જ મળે છે કે જેમની ક્રેડિટ સંબંધિત માહિતી કંપની પાસે ઉપલબ્ધ રહેલી હોય છે. ભારતમાં ટ્રાન્સયુનિયન સિબિલ, એક્સપીરિયન, ઈક્વિફેક્સ અને ક્રિક હાઈ માર્ક જેવી કંપની ક્રેડિટ સંબંધિત રિપોર્ટ તૈયાર કરીને આપે છે. વ્યક્તિ આ કંપનીઓ પાસેથી એક-એક વખત ક્રેડિટ રિપોર્ટ ફ્રીમાં મેળવી શકે છે.

સંબંધિત કંપનની અધિકૃત વેબસાઇટ પર જાવો 

  • રજિસ્ટ્રેશન ક લોગિન કરો: જો તમે નવા યુઝર છો તો તમારો મોબાઇલ નંબર, Email ID અને અન્ય જરૂરી અંગત વિગતો ભરીને તમારું એકાઉન્ટ બનાવો. જો તમારું એકાઉન્ટ પહેલેથી બનેલું હોય, તો સીધું લોગિન કરો.
  • ઓળખની ચકાસણી માટે OTP વેરિફિકેશન: આગળ વધવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ One-Time પાસવર્ડ (OTP) દાખલ કરી તમારી ઓળખની પુષ્ટિ કરો.
  • રિપોર્ટ મેળવો: વેરિફિકેશન પૂરું થયા બાદ ડેશબોર્ડ પર આપેલા ફ્રી ક્રેડિટ રિપોર્ટ વિકલ્પ પર ક્લિક કરો. આ પ્રક્રિયાનું પાલન કરતાં જ તમારો ક્રેડિટ સ્કોર અને વિગતવાર રિપોર્ટ સ્ક્રીન પર ખુલી જશે.

શ્રેષ્ઠ ક્રેડિટ સ્કોર કોને કહેવાય?

ક્રેડિટ સ્કોરની રેન્જ સામાન્ય રીતે 300 થી 900 ની વચ્ચે હોય છે.સ્કોર જેટલો વધારે એટલી તમારી નાણાકીય વિશ્વસનીયતા મજબૂત ગણાય છે. જો તમારો ક્રેડિટ સ્કોર 750 કે તેથી વધુ હોય તો તે ઉત્તમ માનવામાં આવે છે અને તેનાથી બેંકો કે નાણાકીય સંસ્થા પાસેથી લોન તથા ક્રેડિટ કાર્ડ સરળતાથી અને સારા વ્યાજ દરે મળવાની શક્યતા ઘણી વધી જાય છે.