Banking Terms Difference Gujarati: આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ બેંકિંગ સાથે જોડાયેલા ઘણા શબ્દો એવા છે જે સાંભળવામાં સરખા લાગે છે, પરંતુ તેમનો અર્થ અને ઉપયોગ તદ્દન અલગ હોય છે. યોગ્ય જાણકારીના અભાવે ઘણીવાર ગ્રાહકો મૂંઝવણમાં મુકાઈ જાય છે. ચાલો જાણીએ બેંકિંગના આવા જ 10 મહત્વપૂર્ણ અને કન્ફ્યુઝિંગ તફાવતો વિશે સરળ ભાષામાં:
ખાતા, વારસાઈ અને ક્રેડિટ સ્કોર સંબંધિત તફાવત
1) સેવિંગ એકાઉન્ટ vs કરંટ એકાઉન્ટ:
સેવિંગ એકાઉન્ટ સામાન્ય માણસ માટે હોય છે, જેમાં બચત પર વ્યાજ મળે છે અને ટ્રાન્ઝેક્શનની મર્યાદા હોય છે. જ્યારે કરંટ એકાઉન્ટ બિઝનેસ માટે હોય છે, જેમાં વ્યાજ મળતું નથી પરંતુ અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન અને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
2) નોમિની vs કાનૂની વારસદાર:
નોમિની બેંકમાં નોંધાયેલ માત્ર એક કેરટેકર (પૈસા લેનાર) છે, જેની જવાબદારી અસ્થાયી હોય છે. જ્યારે કાનૂની વારસદાર સંપત્તિનો અસલી હકદાર છે, જેનો હક કાયદા દ્વારા નક્કી થાય છે.
3) ક્રેડિટ સ્કોર vs સિબિલ સ્કોર:
ક્રેડિટ સ્કોર એ એક સામાન્ય શબ્દ છે જે કોઈ પણ ક્રેડિટ બ્યુરો (300-900 રેન્જ) માટે વપરાય છે. જ્યારે સિબિલ સ્કોર એ 'TransUnion CIBIL' નામની કંપનીનો સ્કોર છે, જે ભારતમાં લોન માટે સૌથી વધુ પ્રખ્યાત છે.
4) એકાઉન્ટ ફ્રીઝ vs બ્લોક:
ફ્રીઝ એટલે ખાતા પર અસ્થાયી રોક (જેમ કે KYC ડોક્યુમેન્ટ ન હોવા પર). જ્યારે બ્લોક એટલે ખાતું કાયમી ધોરણે બંધ કરવું (જેમ કે ફ્રોડ કે કાર્ડ ચોરી થવા પર).
કાર્ડ, રોકાણ અને ડિજિટલ પેમેન્ટના નિયમો
5) મિનિમમ ડ્યુ vs ટોટલ ડ્યુ:
મિનિમમ ડ્યુ એ ક્રેડિટ કાર્ડના બિલનો 5% નાનો હિસ્સો છે, જે ભરવાથી માત્ર લેટ ફી બચે છે પણ બાકીની રકમ પર વ્યાજ લાગે છે. જ્યારે ટોટલ ડ્યુ એટલે પૂરેપૂરું બિલ ભરવું, જેમાં કોઈ વધારાનો ચાર્જ કે વ્યાજ લાગતું નથી.
6. ડેબિટ કાર્ડ vs ક્રેડિટ કાર્ડ:
ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાથી તમારા પોતાના બેંક ખાતામાંથી તરત જ પૈસા કપાય છે. જ્યારે ક્રેડિટ કાર્ડમાં તમે બેંકના ઉધાર પૈસા વાપરો છો, જેનું બિલ પછીથી ચૂકવવાનું હોય છે અને મોડા ચૂકવવા પર વ્યાજ લાગે છે.
7) એફડી (FD) vs આરડી (RD):
FD (ફિક્સ્ડ ડિપોઝિટ) માં એક જ વાર મોટી રકમ (જેમ કે ₹1 લાખ) ચોક્કસ સમય માટે જમા કરવામાં આવે છે. જ્યારે RD (રિકરિંગ ડિપોઝિટ) માં દર મહિને થોડી-થોડી રકમ (જેમ કે ₹5,000) જમા કરવાની હોય છે.
ઓનલાઈન ફંડ ટ્રાન્સફર અને સુરક્ષા
8) IMPS vs UPI:
IMPS માં બેંકથી બેંક પૈસા મોકલવા માટે એકાઉન્ટ નંબર અને IFSC કોડની જરૂર પડે છે, જેમાં થોડો ચાર્જ લાગી શકે છે. જ્યારે UPI માં ફક્ત ફોન નંબર અથવા QR કોડ સ્કેન કરીને તરત જ અને ફ્રીમાં પેમેન્ટ કરી શકાય છે.
9) OTP vs UPI PIN:
OTP (વન-ટાઈમ પાસવર્ડ) દર વખતે નવા SMS દ્વારા આવે છે અને થોડી સેકન્ડો માટે જ માન્ય રહે છે. જ્યારે UPI PIN તમે જાતે બનાવેલો 4 થી 6 અંકનો ગુપ્ત પિન છે, જે હંમેશા એ જ રહે છે.
10. NEFT vs RTGS:
NEFT ₹2 લાખ સુધીની નાની રકમ (જેમ કે બિલ પેમેન્ટ) માટે યોગ્ય છે અને તેમાં 30 મિનિટમાં બેચ પ્રોસેસિંગ દ્વારા સમયાંતરે સેટલમેન્ટ થાય છે. જ્યારે RTGS ₹2 લાખથી ઉપરની મોટી રકમ (જેમ કે પ્રોપર્ટી પેમેન્ટ) માટે વપરાય છે અને તેમાં તરત જ રિયલ-ટાઈમ સેટલમેન્ટ થાય છે.
