Tesla Electric Car: ઈલન મસ્ક જો ભારતમાં ટેસ્લા કાર બનાવે તો કેટલી સસ્તી પડશે…?

કંપની આ નહીં કરે તો તે પોતાની કાર સસ્તામાં આયાત કરી શકશે નહીં. આ સ્થિતિમાં જો ટેસ્લા ભારતમાં પોતાની ફેક્ટરી સ્થાપે અને કારનું ઉત્પાદન કરે તો તે કેટલી સસ્તી થશે?

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 30 Mar 2025 10:24 PM (IST)Updated: Sun 30 Mar 2025 10:24 PM (IST)
how-cheap-will-be-tesla-electric-car-cost-if-elon-musk-make-in-india-500619

Tesla Electric Car: ટેસ્લા કાર આવતા મહિનાથી ભારતીય બજારમાં ઉપલબ્ધ થવાનું શરૂ થઈ શકે છે. હાલમાં કંપની ભારતમાં ફક્ત આયાત કરીને કાર વેચશે. પરંતુ ટૂંક સમયમાં તેને ભારતમાં પોતાની કાર બનાવવી પડશે. જો કંપની આ નહીં કરે તો તે પોતાની કાર સસ્તામાં આયાત કરી શકશે નહીં. આ સ્થિતિમાં જો ટેસ્લા ભારતમાં પોતાની ફેક્ટરી સ્થાપે અને કારનું ઉત્પાદન કરે તો તે કેટલી સસ્તી થશે?

ભારતમાં ઘણી બધી ઓટોમોબાઈલ કંપનીઓ છે. તે દર વર્ષે તેની ફેક્ટરીમાં કુલ 62 લાખ કારનું ઉત્પાદન કરી શકે છે, પરંતુ હાલમાં તેમાંથી માત્ર 75% જ ઉત્પાદન થાય છે. આ સ્થિતિમાં ઈલન મસ્કની ટેસ્લા શરૂઆતમાં બાકીની 25% ક્ષમતાનો ઉપયોગ કરવા માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગના વિકલ્પની શોધ કરી રહી છે. પરંતુ જો ખરા અર્થમાં જોવામાં આવે તો, ટેસ્લા માટે ભારતમાં ગીગાફેક્ટરી સ્થાપવી ફાયદાકારક બની શકે છે.

ભારતમાં ટેસ્લા કેટલી સસ્તી થશે?
ટેસ્લા પાસે હાલમાં વિશ્વમાં 5 ગીગા ફેક્ટરી છે. આમાંથી 3 અમેરિકામાં, એક જર્મનીમાં અને એક ચીનમાં છે. કંપની મેક્સિકોમાં એક ગીગાફેક્ટરી સ્થાપવાની પણ યોજના ધરાવે છે. ET ન્યૂઝના અહેવાલ પ્રમાણે જો ટેસ્લા ભારતમાં 5 લાખ યુનિટના વાર્ષિક ઉત્પાદન સાથે ગીગાફેક્ટરી સ્થાપે છે તો તે અમેરિકા અને જર્મનીની તુલનામાં તેના માટે ખૂબ સસ્તું હશે.