New Express Train For Gujarat: ગુજરાતને નવી એક્સપ્રેસ ટ્રેન મળવા જઈ રહી છે, જે રાજસ્થાનથી મહારાષ્ટ્રને જોડશે. આ ટ્રેન મુંબઈના બાંદ્રા ટર્મિનલ અને રાજસ્થાનના બીકાનેર વચ્ચે દોડશે. 21903/21904 નંબરની આ ટ્રેન મુંબઈના બાંદ્રા ટર્મિનસ અને રાજસ્થાનના બિકાનેર વચ્ચે દોડશે.
આ ટ્રેનની સેવા સાપ્તાહિક રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આવતીકાલે રાજસ્થાનના દેશનોક રેલ્વે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપશે.
રેલ્વે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ સૂચના
રેલવે બોર્ડના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રેલવે બોર્ડ દ્વારા આ નવી સાપ્તાહિક ટ્રેન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 22 મેના રોજ PM મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપશે.ત્યારબાદ આ ટ્રેનની નિયમિત સેવા શરૂ થશે.
સમયપત્રક શું છે?
ટ્રેન નંબર 21903અપ દર સોમવારે 23:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. તે બોરીવલી, વાપી સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, પાલી મારવાડ, જોધપુર, મેર્તા રોડ, નાગૌર, નોખા અને દેશનોક સ્ટેશન પર રોકીને મંગળવારે 20:40 કલાકે બિકાનેર પહોંચશે.
દર બુધવારે બિકાનેરથી
પરત યાત્રામાં ટ્રેન નંબર 21904 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર બુધવારે સવારે 8:50 વાગ્યે બિકાનેર સ્ટેશનથી ઉપડશે. તે ગુરુવારે સવારે 6:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પહોંચશે અને માર્ગમાં ઉપરોક્ત સ્ટેશનો પર રોકાશે.
પૂરી ટ્રેન એસી હશે
આ ટ્રેનમાં કુલ 22 કોચ હશે. આ બધા કોચ એર કન્ડિશન્ડ હશે. રેલવે બોર્ડ તરફથી મળેલી માહિતી અનુસાર, આ ટ્રેનમાં 18 થર્ડ એસી ઇકોનોમી ક્લાસ કોચ અને બે સેકન્ડ એસી ક્લાસ કોચ હશે. સામાન સાથેના બે કોચ અને એક સામાન્ય બ્રેકવાન પણ હશે.