GST Rate Cut: અમૂલ અને મધર ડેરીનું દૂધ 22 સપ્ટેમ્બરથી કેટલું સસ્તું થશે? જુઓ લિસ્ટ

અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર ₹65-66 રહેવાની ધારણા છે અને મધર ડેરીના ફુલ ક્રીમ દૂધના ભાવ પણ એ જ રેન્જમાં રહેવાની ધારણા છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 07 Sep 2025 09:38 PM (IST)Updated: Sun 07 Sep 2025 09:39 PM (IST)
gst-rate-cut-how-much-cheaper-will-amul-and-mother-dairy-milk-be-from-september-22-see-list-599147

GST Rate Cut: લાખો પરિવારોને ફાયદો પહોંચાડવાના પગલામાં, અમૂલ અને મધર ડેરીના દૂધના ઉત્પાદનોના ભાવ 22 સપ્ટેમ્બરથી ઘટવાની ધારણા છે. સરકારે GST કાઉન્સિલની બેઠકમાં દૂધને GST મુક્ત કરવાની યોજના બનાવી છે. આ ફેરફારથી દૂધના ઉત્પાદનો પરનો વર્તમાન 5% GST દૂર થશે. આનાથી દૂધના પેકેટના ભાવમાં સીધો (0 GST) ઘટાડો થશે.

હાલના દૂધના ભાવ શું છે?
જો આપણે મે 2025 સુધીના ડેટા પર નજર કરીએ તો, અમૂલ અને મધર ડેરી બંનેના છૂટક ભાવમાં 5% GSTનો સમાવેશ થાય છે. અમૂલના કિસ્સામાં, અમૂલ ગોલ્ડ (ફુલ ક્રીમ દૂધ)ની કિંમત ₹69 પ્રતિ લિટર છે, જ્યારે અમૂલ ફ્રેશ (ટોન્ડ દૂધ)ની કિંમત ₹57 પ્રતિ લિટર છે.

અમૂલ ટી સ્પેશિયલનો ભાવ પ્રતિ લિટર ₹63, ભેંસનું દૂધ ₹75 અને ગાયનું દૂધ ₹58 છે.

એ જ રીતે, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ ₹69 પ્રતિ લિટર અને ટોન્ડ દૂધ ₹57 પ્રતિ લિટર છે. મધર ડેરીમાં ભેંસનું દૂધ ₹74 પ્રતિ લિટર, ગાયનું દૂધ ₹59 પ્રતિ લિટર, ડબલ ટોન્ડ દૂધ ₹51 પ્રતિ લિટર અને ટોકન દૂધ (બલ્ક) ₹54 પ્રતિ લિટર છે.

22 સપ્ટેમ્બર, 2025થી દૂધના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. સરકાર હાલમાં પેકેજ્ડ દૂધ પર લાદવામાં આવતા 5% GSTને દૂર કરવાની યોજના બનાવી રહી છે. આ કર મુક્તિથી અમૂલ અને મધર ડેરી બંનેના દૂધના ઉત્પાદનો વિવિધ શ્રેણીઓમાં વધુ પોસાય તેવા બનશે.

જો દૂધ પર GST ન હોય તો દૂધ ખરીદવું કેટલું સસ્તું થશે?
અમૂલ માટે, ફુલ ક્રીમ દૂધ (અમૂલ ગોલ્ડ)ની કિંમત પ્રતિ લિટર ₹65 થી ₹66ની વચ્ચે રહેવાની ધારણા છે, જે ₹3 થી ₹4નો ઘટાડો છે. અમૂલ ફ્રેશ (ટોન્ડ દૂધ)ની કિંમત પ્રતિ લિટર ₹54 થી ₹55 સુધી આવી શકે છે, જ્યારે અમૂલ ટી સ્પેશિયલની કિંમત પ્રતિ લિટર ₹59 થી ₹60 સુધી થઈ શકે છે, જે લગભગ ₹3.15નો ઘટાડો છે.

એ જ રીતે, અમૂલ ભેંસના દૂધની કિંમત પ્રતિ લિટર ₹71 થી ₹72ની વચ્ચે રહેવાની ધારણા છે અને ગાયના દૂધની કિંમત પ્રતિ લિટર ₹55 થી ₹57 સુધી રહેશે તેવી શક્યતા છે, જે લગભગ ₹2.90નો ઘટાડો છે.

મધર ડેરીના કિસ્સામાં ફુલ ક્રીમ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹3.45 સુધી ઘટી શકે છે ત્યારે તેના ભાવ ₹65 થી ₹66ની આસપાસ રહે તેવી ધારણા છે. ટોન્ડ દૂધમાં પ્રતિ લિટર ₹55 થી ₹56 સુધી રહે તેવી ધારણા છે અને ભેંસના દૂધમાં પ્રતિ લિટર ₹3.70 જેટલો ઘટાડો થઈ શકે છે, જેના કારણ ભાવ ₹71 સુધી રહે તેવી શક્યતા છે.

મધર ડેરીના ગાયના દૂધમાં પ્રતિ લિટર ₹56 થી ₹57 સુધી રહે તેવી ધારણા છે, જ્યારે ડબલ ટોન્ડ દૂધમાં પ્રતિ લિટર ₹48 થી ₹49 સુધી તેવી શક્યતા છે. ટોકન દૂધ (બલ્ક) ₹2.70 સુધી ઘટીને ₹51 થી ₹52 સુધી થશે તેવી ધારણા છે.

આ આગામી ફેરફારથી ખાસ કરીને વધતા જીવન ખર્ચ વચ્ચે દેશભરના પરિવારોને રાહત મળવાની શક્યતા છે. તેનાથી લોકોના દૈનિક બજેટ પર સકારાત્મક અસર થવાની ધારણા છે.

બ્રાંડપ્રકારહાલની કિંમત (રુ/લિટર)ટેક્સ ફ્રી બાદ કિંમત
અમૂલગોલ્ડ (ફુલ ક્રિમ દૂધ)6965-66 (રુ/લિટર)
અમૂલફ્રેશ (ટોન્ડ દૂધ)5754-55 (રુ/લિટર)
અમૂલટી સ્પેશિયલ6359-60
અમૂલભેંસનું દૂધ7571-72
અમૂલગાયનું દૂધ5857
મધર ડેરીફુલ ક્રિમ દૂધ6965-66
મધર ડેરીટોન્ડ દૂધ5755-56
મધર ડેરીભેંસનું દૂધ7471
મધર ડેરીગાયનું દૂધ5956-57
મધર ડેરીડબલ ટોન્ડ દૂધ5148-49
મધર ડેરીટોકન દૂધ (બલ્ક)5451-52