GST Slab Change: દિવાળી પહેલા GSTના મળખામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવાર, 3 સપ્ટેમ્બરના રોજ આ અંગે મોટી જાહેરાત કરી છે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં GSTના 4 સ્લેબ નાબૂદ કરીને 2 સ્લેબ કરવામાં આવ્યા છે.
કેટલીક નુકસાનકારક અને લક્ઝરી વસ્તુઓ માટે 40 ટકાનો ખાસ સ્લેબ રહેશે. તો ચાલો તમને જણાવીએ કે નવા સ્લેબ મુજબ કઈ વસ્તુઓ પર કેટલો GST લાગશે.
તેનાથી સરકારને રૂપિયા 93,000 કરોડનું મહેસૂલ નુકસાન થઈ શકે છે, પરંતુ લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ (જેમ કે સિગારેટ, દારૂ) પર નવો 40% સ્લેબ રજૂ કરવાથી રૂપિયા 45,000 કરોડ નુકસાન થઈ શકે છે.
દૈનિક ચીજવસ્તુઓ પર બચત
વસ્તુઓ | અગાઉ | હવે |
---|---|---|
વાળ શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ | 18 ટકા | 5 ટકા |
માખણ, ઘી, ચીઝ, દૂધ પાઉડર | 12 ટકા | 5 ટકા |
પેક્ડ શાકભાજી, ફળ અને સ્નેક્સ | 12 ટકા | 5 ટકા |
બાળકોના ડાયપર | 12 ટકા | 5 ટકા |
મહિલાઓના સેનિટરી નેપકિન | 12 ટકા | 0 ટકા |
સિલાઈ મશીન અને પાર્ટ્સ | 12ટકા | 5 ટકા |
વસ્તુઓ | અગાઉ | હવે |
---|---|---|
ટ્રેક્ટર ટાયર અને પાર્ટ્સ | 18 ટકા | 5 ટકા |
કૃષિ ઉપકરણો | 12 ટકા | 5 ટકા |
પાક કાપણી મશીન | 12 ટકા | 5 ટકા |
સિંચાઈ ઉપકરણ અને સ્પ્રિંકલર | 18 ટકા | 5 ટકા |
કૃષિ વાનિકી, મત્સ્યપાલન હેતુ ઉપકરણ | 18 ટકા | 5 ટકા |
વસ્તુઓ | અગાઉ | હવે |
---|---|---|
વ્યક્તિગત સ્વાસ્થ અને જીવન વિમા | 18 ટકા | 0 ટકા |
થર્મોમીટર | 18 ટકા | 5 ટકા |
મેડિકલ ગ્રેડ ઓક્સિજન | 12 ટકા | 5 ટકા |
વ્હિલચેર | 12 ટકા | 5 ટકા |
કરેક્ટિલ ચશ્મા | 12 ટકા | 5 ટકા |