GST Council Meeting 2025: GST કાઉન્સિલ(GST Council)એ 3 સપ્ટેમ્બરના રોજ 5% અને 18%ના બે ટેક્સ સ્લેબ(two tax slabs)ને મંજૂરી આપી હતી અને 12% અને 28% સ્લેબ દૂર કર્યા હતા. આ નવું ટેક્સ માળખું 22મી સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
તેનાથી સરકારને રૂપિયા 93,000 કરોડનું મહેસૂલ નુકસાન થઈ શકે છે, પરંતુ લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ (જેમ કે સિગારેટ, દારૂ) પર નવો 40% સ્લેબ રજૂ કરવાથી રૂપિયા 45,000 કરોડ નુકસાન થઈ શકે છે.
કાઉન્સિલ દ્વારા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા અને મતદાન જરૂરી ન હતી. જોકે રાજ્યોને થયેલા મહેસૂલ નુકસાન માટે વળતર અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(Finance Minister Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં 56મી GST કાઉન્સિલની બે દિવસીય બેઠક 3 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ. હવે GST કાઉન્સિલની આ બેઠક 4 સપ્ટેમ્બરના રોજ યોજાશે નહીં.
જૂતા અને કપડાં પર રાહત
કાઉન્સિલે રૂપિયા 2,500 સુધીના જૂતા અને કપડાં પર 5% GSTને મંજૂરી આપી છે. હાલમાં રૂપિયા 1,000 સુધીના માલ પર 5% ટેક્સ અને તેનાથી ઉપરના માલ પર 12% ટેક્સ વસૂલવામાં આવે છે.
બે-સ્લેબ યોજના
મંત્રીઓના જૂથે GST ને 5% અને 18%ના બે સ્લેબમાં બદલવાનો પ્રસ્તાવ અગાઉથી જ પસાર કરી દીધો છે. આ ફેરફારો તહેવારોની મોસમ પહેલાના થોડા અઠવાડિયામાં અમલમાં આવી શકે છે.
વરિષ્ઠ નાગરિકો અને MSMEને લાભ
કાઉન્સિલે વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય વીમા પ્રીમિયમને GST માંથી મુક્તિ આપવાનો અને જીવન બચાવતી દવાઓ પરનો કર ઘટાડવાનો નિર્ણય લીધો છે. સામાન્ય આરોગ્ય વીમા પ્રીમિયમને પણ ઓછા ટેક્સ સ્લેબમાં લાવી શકાય છે. ઉપરાંત, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ની નોંધણી ત્રણ દિવસમાં પૂર્ણ કરવા માટે એક નવી સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે, જેમાં હાલમાં અઠવાડિયા લાગે છે.
કાઉન્સિલે કાપડ, ફાર્મા, રસાયણ, ખાતર અને અન્ય ઉદ્યોગોના ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હેઠળ બાકી રહેલા રિફંડનો સાત દિવસમાં નિકાલ કરવાનો નિર્ણય લીધો છે.