Rule Of Gratuity: કોઈ કંપનમાં લાંબા સમય સુધી કામ કરવાના સંજોગોમાં કંપનીઓ તરફથી ગ્રેચ્યુટી (Gratuity)નો લાભ આપામાં આવે છે. આ એક પ્રકારનું ઈનામ હય છે કે જે કર્મચારીને ઈમાનદારીના નામ પર આપવામાં આવે છે. કંપની દ્વારા આપવામાં આવેલ રિવૉર્ડ મનીને જ ગ્રેચ્યુટી કહેવામાં આવે છે.
ગ્રેચ્યુટીનો લાભ એવા કર્મચારીને મળે છે કે જે 5 વર્ષથી કંપનીમાં કામ કરે છે. તેને એવી રીતે સમજો કે જો તમે વર્ષ 2020માં કોઈ કંપની સાથે જોડાયા છો અને 5 વર્ષ પૂરા થયા બાદ કંપની બદલવામાં આવે છે તો કંપની દ્વારા ગ્રેચ્યુટી મની આપવામાં આવે છે. જો તમે 2-3 વર્ષમાં જ કંપની બદલો છો તો તમને ગ્રેચ્યુટીનો લાભ મળશે નહીં.
ગ્રેચ્યુટી અંગે અનેક કર્મચારીઓના મનમાં પ્રશ્ન હોય છે કે શું તેમાં નોટિસ પીરિયડને પણ કાઉન્ટ કેવી રીતે કરવામાં આવે છે?
શું નોટિસ પીરિયડ પણની પણ ગણતરી કરવામાં આવે છે
ગ્રેચ્યુટીના નિયમ(Gratuity Rule) પ્રમાણે જોબ પીરિયડમાં નોટિસ પીરિયડ પણ ગણતરી કરવામાં આવે છે. હકીકતમાં નોટિસ પીરિયડમાં પણ કર્મચારી કંપનીને પોતાની સર્વિસ આપી રહ્યાં છે.
તેનો અર્થ એવો છે કે કોઈ કર્મચારી 4 વર્ષ 10 મહિનાની નોકરી કર્યાં બાદ નોટિસ આપે છે અને 2 હિનનો નોટિસ પીરિયડ સર્વ કરે છે તો તેને 5 વર્ષ ગણવામાં આવશે અને તેના આધાર પર ગ્રેચ્યુટીની રકમ આપવામાં આવશે.