EPFO:વર્ષ 2027 માટે EPFOની મોટી યોજના, UPI મારફતે પૈસા ઉપાડવા માટે મળશે ખાસ સુવિધા

EPFO:ભારતમાં પ્રોવિડેન્ટ ફંડ (PF) માં બચત કરતા કર્મચારીઓ માટે વર્ષ 2027 ઘણા મોટા ફેરફારો લઈને આવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાની કામગીરીને વધુ ઝડપી, ડિજિટલ અને સભ્યો માટે સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 26 Nov 2026 04:05 PM (IST)Updated: Thu, 26 Nov 2026 04:05 PM (IST)
epfos-major-plan-for-2027-a-special-facility-will-be-introduced-for-withdrawing-money-via-upi

EPFO:ભારતમાં પ્રોવિડેન્ટ ફંડ (PF) માં બચત કરતા કર્મચારીઓ માટે વર્ષ 2027 ઘણા મોટા ફેરફારો લઈને આવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાની કામગીરીને વધુ ઝડપી, ડિજિટલ અને સભ્યો માટે સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. રકમ ઉપાડવાની પ્રક્રિયાથી લઈને અન્ય ઓનલાઈન સુવિધાઓ સુધી આવનારા સમયમાં સભ્યોને ઘણી રાહત મળી શકે છે.

CBT બેઠકના મુખ્ય નિર્ણયો

  • 19 નવેમ્બરના રોજ યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની 240મી બેઠકમાં PF ઉપાડવાના નિયમોને લઈને કેટલાક મહત્વના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.
  • આ ફેરફારોમાં ખાતામાં ફરજિયાત લઘુત્તમ બેલેન્સ જાળવવાના નિયમો અને નોકરી છોડ્યા બાદ અંતિમ ઉપાડ માટેની રાહ જોવાની સમયમર્યાદા ઘટાડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ પગલાંથી સભ્યોને પોતાની જમા રકમનો ઉપયોગ કરવામાં વધુ સરળતા રહેશે.

EPFO 3.0 સાથે ટેકનિકલ કાયાકલ્પ

EPFO પોતાની ટેકનિકલ માળખાકીય વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે EPFO 3.0 પર કામગીરી તેજ કરી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવાનો છે. નવી સિસ્ટમ એ રીતે તૈયાર થઈ રહી છે કે આગામી 50 વર્ષ દરમિયાન તે 200 કરોડથી વધુ સભ્યોનો ડેટા સરળતાથી સંભાળી શકે.

UPI થી PF ઉપાડવાની સુવિધા

  • સભ્યો માટે બીજો એક મોટો બદલાવ UPI મારફતે PF નાણાં ઉપાડવાની વ્યવસ્થા હોઈ શકે છે. EPFO આ સુવિધા શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને શરૂઆતમાં BHIM એપ દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે. ડિસેમ્બર 2026 ના અંત સુધીમાં આ સેવા શરૂ થવાની શક્યતા છે.
  • આ વ્યવસ્થા દ્વારા સભ્યો પોતાના ખાતામાં કુલ બેલેન્સ, ઉપાડવા લાયક રકમ અને ખાતામાં રાખવી જરૂરી લઘુત્તમ રકમની વિગત તરત જોઈ શકશે.

UAN થી સીધું યોગદાન અને થર્ડ-પાર્ટી જમા

PF ખાતામાં રકમ જમા કરવાની પદ્ધતિમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. EPFO એવી વ્યવસ્થા વિકસાવી રહ્યું છે કે સભ્યો પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) દ્વારા સીધા જ પોતાના ખાતામાં સ્વૈચ્છાએ નાણાં જમા કરાવી શકશે. સાથે જ થર્ડ પાર્ટી દ્વારા નાની રકમ જમા કરાવવાનો પ્રસ્તાવ પણ છે,જેમ કે ડિલિવરી પાર્ટનરને ગ્રાહક તરફથી મળતી ટિપ કે અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા અપાતું યોગદાન સીધું તેના PF ખાતામાં જમા થઈ શકે.