EPFO UAN Number: આજના સમયમાં મોટાભાગના કર્મચારીઓ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) નો ભાગ છે. જેથી દરેક કર્મચારીઓ પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોય છે. આ UAN નંબર દ્વારા કર્મચારી તેનું PF એકાઉન્ટ ઓનલાઈન એક્સેસ કરી શકે છે.
UAN 12-અંકનો યૂનિક નંબર હોય છે, જે EPFO દ્વારા જારી કરવામાં આવે છે. આ નંબરની ખાસ વાત એ છે કે, વ્યક્તિ તેના જીવનમાં ગમે તેટલી નોકરીઓ બદલે પરંતુ તેનો UAN નંબર બદલાતો નથી. EPFOમાં જોડાતાની સાથે જ નવા સભ્યને યુનિક UAN નંબર આપવામાં આવે છે.
આ પણ વાંચો - Aadhaar Card: આ સરળ રીતે અપડેટ કરાવી શકાય છે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ, જાણો છેલ્લી તારીખ
EPFO પોર્ટલ પરથી UAN નંબર કેવી રીતે જાણી શકાય? - How to know UAN number from EPFO portal?
- સૌથી પહેલા EPFOની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- પછી 'Our Services' પર ક્લિક કરો.
- આ પછી 'For Employees' ઓપ્શન પર જાઓ અને Member UAN/Online Services પર ક્લિક કરો.
- હવે તમારો મોબાઈલ નંબર અને પીએફ મેમ્બર ID એન્ટર કરો.
- 'Get Authorization PIN' પર ક્લિક કરો, આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક PIN મોકલવામાં આવશે.
- હવે OTP એન્ટર કરીને 'Validate OTP' પર ક્લિક કરો.
- આ પછી તમને તમારો UAN નંબર દેખાશે.
UAN દ્વારા કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? - What facilities are available through UAN?
- PF ટ્રાન્સફર: નોકરી બદલવા પર UAN દ્વારા જૂના PF એકાઉન્ટને નવા PF એકાઉન્ટમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે.
- બેલેન્સ ચેકઃ UAN દ્વારા PF એકાઉન્ટનું બેલેન્સ ઓનલાઈન પણ ચેક કરી શકાય છે.
- ઉપાડ: PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સુવિધા UANથી શક્ય છે.
- જૂના અને નવા એકાઉન્ટ્સ: તમામ જૂના અને નવા પીએફ એકાઉન્ટ્સ એક જ UAN નંબર હેઠળ દેખાય છે, જે તમામ એકાઉન્ટ્સને ટ્રેક કરવાનું સરળ બનાવે છે.