Aadhaar Card: આ સરળ રીતે અપડેટ કરાવી શકાય છે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ, જાણો છેલ્લી તારીખ

Aadhaar Card: આપણા દેશમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. સરકારી કે બિનસરકારી કામ કે યોજના, બેંક એકાઉન્ટ ઓપન કરાવવા માટે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. આધાર કાર્ડમાં વ્યક્તિની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી હોય છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 21 Sep 2024 10:28 AM (IST)Updated: Sat 21 Sep 2024 12:09 PM (IST)
aadhaar-free-update-how-to-update-your-10-year-old-aadhaar-card-easily-400092

Aadhaar Card: આપણા દેશમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. સરકારી કે બિનસરકારી કામ કે યોજના, બેંક એકાઉન્ટ ઓપન કરાવવા માટે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. આધાર કાર્ડમાં વ્યક્તિની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી હોય છે.

જો તમારી પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો તેને તમારે અપડેટ કરાવવું પડશે. અગાઉ, ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવવાની છેલ્લા તારીખ 14 સપ્ટેમ્બર 2024 હતી, જેને વધારીને હવે 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી તો જાણી લો આધાર કાર્ડ અપડેટ કરાવવાની પ્રોસેસ.

આ રીતે અપડેટ કરાવી શકો છો આધાર કાર્ડ

  • સૌથી પહેલા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in/en પર જાઓ.
  • અહીં તમને ઘણા ઓપ્શન મળશે.
  • તમે 'અપડેટ આધાર'નો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર એન્ટર કરો.
  • આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને એન્ટર કરો.
  • હવે લોગ ઇન કરો.
  • લોગ ઇન કર્યા પછી, ડોક્યૂમેન્ટને અપડેટ કરવાનો ઓપ્શન પસંદ કરો.
  • હવે ડોક્યુમેન્ટ્સ વેરિફાઈ કરાવવા ઓળખ કાર્ડ અને એડ્રેસ પ્રૂફની સ્કેન કોપી અપડેટ કરો.
  • હવે સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને તમને એક રિક્વેસ્ટ નંબર મળશે.
  • આ રિક્વેસ્ટ નંબર દ્વારા આધારનું સ્ટેટસ ચેક કરી શકાશે કે તમારું આધાર અપડેટ થયું છે કે નહીં.