Dev Accelerator Limited IPO: દેવ એક્સીલરેટર લિમિટેડ 10મી સપ્ટેમ્બર,2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ (IPO) સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025ના રોજ રહેશે. બિડ/ઇશ્યૂ બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે અને શુક્રવાર, 12 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે.
બિડ્સ લઘુતમ 235 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 235 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 56થી રૂ. 61ની પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવી છે. પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 1,433.50 મિલિયન (રૂ. 143.35 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર ગણાયેલી)) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. આ ઇશ્યૂમાં વેચાણ માટેની ઓફર (OFS) નથી.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો આ મુજબ ઉપયોગ કરવા ધારે છે (એ) અંદાજે રૂ. 731.16 મિલિયન (રૂ. 73 કરોડ)ના સૂચિત સેન્ટર્સમાં ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ માટે (બી) અંદાજે રૂ. 350 મિલિયન (રૂ. 35 કરોડ)ના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના રિડમ્પશન સહિત અમારી કંપની દ્વારા લેવાયેલા કેટલાક દેવાની પૂર્ણ કે અંશતઃ પૂર્વચૂકવણી કે ચૂકવણી માટે અને (સી) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
આ પણ વાંચો
અમારી કંપની તેના ક્લાયન્ટ્સને ફ્લેક્સિબલ વર્કસ્પેસીસના સ્વરૂપે સ્પેસ સોલ્યુશન્સ પૂરા પાડે છે. તેઓ ટિયર 2 માર્કેટ્સમાં ઓપરેશનલ ફ્લેક્સ સ્ટોકના રૂપે સૌથી મોટા ફ્લેક્સ સ્પેસ ઓપરેટર્સ પૈકીના એક છે. કંપની સ્ટ્રેઇટ લીઝ મોડલ, રેવન્યુ શેર મોડલ, ફર્નિશ્ડ બાય લેન્ડલોર્ડ મોડલ અને OpCo – PropCo મોડલ દ્વારા વર્કસ્પેસીસ મેળવે છે. 31 મે, 2025 સુધીમાં કંપની પાસે સમગ્ર ભારતમાં 11 શહેરોમાં 250થી વધુ ક્લાયન્ટ્સ અને 28 સેન્ટર્સ હતા જેમાં એસબીએ 8,60,522 ચોરસ ફૂટના કુલ એરિયા અંડર મેનેજમેન્ટને આવરી લેતી 14,144 સીટ્સ સમાવિષ્ટ હતી.
ઇક્વિટી શેર્સ અમદાવાદમાં ગુજરાતની સેબીની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 2 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવે છે અને તેની બીએસઈ તથા એનએસઈ જેવા શેરબજારો પર લિસ્ટિંગ કરવાની યોજના છે. ઇશ્યૂના હેતુઓ માટે એનએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.
નાણાંકીય વર્ષ 2024-25 (નાણાંકીય વર્ષ 2025)માં કંપનીએ રૂ. 158.88 કરોડની કામગીરીથી આવક નોંધાવી હતી જે ગત નાણાંકીય વર્ષની રૂ. 108.09 કરોડ કરતા 47 ટકા વધુ હતી. તેણે નાણાંકીય વર્ષ 2025માં રૂ. 1.77 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 0.44 કરોડના ચોખ્ખા નફા કરતા 305.72 ટકા વધુ હતો. તેની નાણાંકીય વર્ષ 2025માં વ્યાજ, કરવેરા, ઘસારો અને અમોર્ટિસેશન પૂર્વેની એડજસ્ટેડ આવક રૂ. 80.46 કરોડ રહી હતી.