Petrol-Diesel Price:ઈથેનોલ અંગે થતી ચર્ચા વચ્ચે શું પેટ્રોલ મોંઘુ થશે? ડીઝલને લઈ પણ લાગી શકે છે મોટો ઝાટકો

Petrol-Diesel Price Hike:પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ કરવાને લઈ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ માહોલ વચ્ચે આગામી સમયમાં સામાન્ય પ્રજાને પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સામાન્ય પ્રજાને વધુ એક આંચકો લાગી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 02 Sep 2026 05:05 PM (IST)Updated: Wed, 02 Sep 2026 05:05 PM (IST)
will-petrol-get-costlier-amidst-discussions-on-ethanol-a-jolt-for-diesel-too

Petrol-Diesel Price Hike:પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ કરવાને લઈ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ માહોલ વચ્ચે આગામી સમયમાં સામાન્ય પ્રજાને પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સામાન્ય પ્રજાને વધુ એક આંચકો લાગી શકે છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. જોકે ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 95-100 ડોલરથી વધારે વધશે.

સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ,ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ લગભગ 85-90 ડોલર પ્રતિ બેરલના ક્રૂડ ઓઇલના ભાવે બ્રેક-ઇવનના સ્તરે કામ કરી શકે છે. એથી વર્તમાન સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક વધારો કરવાની કોઈ જરૂર નથી. નોંધનીય છે કે 2 સપ્ટેમ્બરના રોજ ક્રૂડ ઓઇલના ભાવ 95 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતા અને છેલ્લા બે દિવસમાં તેમાં 4 ડોલરથી વધુનો વધારો થયો છે.

મે મહિનામાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે તેલ કંપનીઓએ ચાર વર્ષ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. આ વધારો આશરે ₹7.5 પ્રતિ લિટર હતો. તે સમયે ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ પ્રતિ બેરલ $106.23 હતો, કારણ કે યુએસ-ઈરાન યુદ્ધને કારણે કિંમતો $100 થી ઉપર વધી ગઈ હતી.

તેલ કંપનીઓ પોતાની રિફાઇનરીઓમાં ઉત્પાદિત ડીઝલ પર પ્રતિ બેરલ $85-90 ના ક્રૂડ ઓઇલના ભાવે વળતર આપી શકે છે. જોકે, સ્વતંત્ર રિફાઇનરીઓ પાસેથી ડીઝલ ખરીદવાથી થોડું નુકસાન થઈ શકે છે. હાલમાં ICRA ગણતરી પ્રમાણે પેટ્રોલ વેચાણ પર તેલ કંપનીઓનું માર્કેટિંગ માર્જિન ₹5 પ્રતિ લિટર છે,જ્યારે ડીઝલનું નકારાત્મક માર્કેટિંગ માર્જિન ₹15 પ્રતિ લિટર છે.