sugar Production: ખાંડની વધતી કિંમતો વચ્ચે તેમાંથી ઈથેનોલનું ઉત્પાદન કરવાને લઈ સરકાર દ્વારા જે પ્રતિબંધ મુકેલો તેની અસર અત્યારે જોવા મળી રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે ઈથેનોલ સપ્લાઈ વર્ષ 2026-2027ના પ્રથમ મહિના દરમિયાન ખાંડના ઉત્પાદનમાં ચાર ગણો વધારો થઈ 13 લાખ મેટ્રિક ટન પહોંચી ગયું છે.
સુગર વર્ષ 2026-2027માં ઉત્પાદન 2.9 કરોડ પહોંચ્યું
અહેવાલમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગયા વર્ષની સમાન અવધિ દરમિયાન સુગર વર્ષ 2026-2027 દરમિયાન ઉત્પાદન 2.8 કરોડ ટનથી 2.9 કરોડ ટન રહે તેવો અંદાજ છે. એવી જ રીતે ઘર આંગણે ખાંડનો વપરાશ આશરે 2.83 કરોડ ટન રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સિઝનના અંત ભાગ સુધીમાં ખાંડનો સ્ટોક 35 લાખ ટનથી 45 લાખ ટન રહે તેવો અંદાજ છે.
ખાંડની કિંમતો પણ પ્રતિ કીલો ઘટીને રૂપિયા 51 થઈ
આ દરમિયાન ખાંડની સરેરાશ કિંમત કીલો દીઠ રૂપિયા 54.7 પહોંચી ગઈ છે, જે ઓક્ટોબરમાં કીલો દીઠ રૂપિયા 51 હતી. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં ખાંડની કિંમત કીલો દીઠ રૂપિયા 54.8 હતી.એવી જ રીતે ભારતમાં ઈથેનોલ બ્લેન્ડિંગ હેઠળ વર્ષ 2025-2026માં 20 ટકા જેટલું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો અને દરમિયાન આશરે 1,089 કરોડ લીટરથી વધારે ઈથેનોલ સપ્લાઈ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના પાછલા પખવાડિયામાં ખાંડની કિંમતોમાં ભારે વધારો થયો હતો અને તેને લીધે જે કિંમતો એક સમયે પ્રતિ કીલો રૂપિયા 50થી નીચે હતી, તે વધીને એક સમયે રૂપિયા 70 પહોંચી ગઈ હતી. જોકે ત્યારબાદ સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવતા કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
-1793938483472_m.webp)