ખાંડ બાદ ગોળના ભાવમાં પણ આવ્યો મોટો ઉછાળો: કીલો દીઠ કિંમત રૂપિયા 70-75 સુધી કેમ પહોંચ્યા તેનું ગણિત જાણો

Jaggery Price, Gur Price Rise:તાજેતરમાં ખાંડની કિંમતોમાં અસાધારણ ઉછાળો આવ્યા બાદ હવે લોકો માટે ગોળ પણ તેમની રેન્જની બહાર થઈ રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 25 Aug 2026 08:48 PM (IST)Updated: Tue, 25 Aug 2026 08:48 PM (IST)
after-sugar-why-has-the-price-of-jaggery-increased-now-the-price-per-kg-has-reached-rs-7075

Jaggery Price,Gur Price Rise:તાજેતરમાં ખાંડની કિંમતોમાં અસાધારણ ઉછાળો આવ્યા બાદ હવે લોકો માટે ગોળ પણ તેમની રેન્જની બહાર થઈ રહ્યો છે. ભારતમાં ગોળ કેટલો મોંઘો થઈ રહ્યો છે અને તેની પાછળ કયું ગણિત છે તે લોકો માટે એક મહત્વનો પ્રશ્ન બની ગયો છે.

કેટલો મોંઘો થશે ગોળ

અત્યાર સુધી ગોળનો ભાવ રૂપિયા 40-50 પ્રતિ કિલો ભાવની રેન્જમાં વેચાણ થતું હતું. જે હવે વધીને રૂપિયા 70-75 પ્રતિ કિલો ભાવ થવા જઈ રહ્યો છે. ટેકનિકલી જોવા જઈએ તો ભાવ વધારામાં ગોળે ખાંડને પણ પાછળ છોડી દીધી છે.


ગોળની વધતી કિંમત પાછળ ખાંડની કિંમતમાં આવેલી તેજી જવાબદાર છે. ખાંડના ભાવ વધવાથી લોકો ગોળનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. આ સંજોગોમાં ગોળનો વપરાશ વધવા લાગ્યો છે. આ સાથે જૂના સ્ટોકમાં જે ગોળ હોય છે તે પણ હવે પૂરો થવાની તૈયારીમાં છે. સ્ટોક ઓછો હોવાથી નવી પેરાઈમાં વિલંબ તથા ખાંડની કિંમત વધવાથી ગોળના ભાવ વધવા લાગ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ગોળના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરાના સ્થાને છે. ભારત સમગ્ર વિશ્વમાં ગોળના કૂલ ઉત્પાદનમાં 70 ટકા યોગદાન આપે છે. ભારતમાં ઉત્પાદિત ગોળમાંથી 30 ટકા ગોળ શેરડીમાંથી તૈયાર થાય છે. ભારતે વર્ષ 2025-26માં 471.9 મેટ્રિક ટન ગોળની નિકાસ કરી હતી.