Crude Oil Price Fall:વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો છે અને બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલ દીઠ 90 ડોલરની સપાટીએ આવી ગયા છે. બીજીબાજુ WTI ક્રુડ ઓઈલના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ ચિંતા હળવી થતા વિશ્વ બજારોમાં ક્રુડ ઓઈલનો સપ્લાઈ વધવાના આશાવાદ વચ્ચે કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં બેરલ દીઠ બ્રેન્ટ ક્રુડ ઓઈલનો ભાવ 1.30 ડોલર એટલે કે 1.42 ટકા ગગડીને 90.30 ડોલર થઈ ગયા છે. જ્યારે અમેરિકી WTI ક્રુડ ઓઈલનો બેરલ દીઠ ભાવ 1.34 ડોલર એટલે કે 1.63 ટકા તૂટી 80.71 ડોલર થયો છે.
વિશ્વ સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો
વિશ્વ સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજીબાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ અગાઉ ઈરાનની એક ન્યૂઝ એજન્સીએ માહિતી આપી હતી કે મંગળવારના રોજ એક ગુપ્ત સુરંગથી ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યા હતા. તહેરાન તરફથી હોર્મુઝ પર અંકુશને વધારે કડક કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. બીજીબાજુ અમેરિકા તરફથી ઈરાન સાથે વાટાઘાટનો માર્ગ ખુલ્લો હોવાની વાત કહી હતી.
ક્રુડના બજારમાં સપ્લાઈ માંગ કરતાં વધી શકે છે
દરમિયાન ક્રુડ ઓઈલની કિંમતોમાં થઈ રહેલ આ ઘટાડો વિશ્વ બજારોમાં તેના સપ્લાઈમાં વધારો થાય તેને લીધે છે. વિશેષ કરીને ક્રુડ ઓઈલની નિકાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે વર્તમાન ત્રિમાસિક ગાળામાં ક્રુડના બજારમાં સપ્લાઈ માંગ કરતાં વધી શકે છે. જેને લીધે કિંમતો પર કંઈક હસ્તક દબાણ જોવા મળી શકે છે.
ભારતને આર્થિક મોરચે મળી મોટી રાહત
ક્રુડ ઓઈલના ભાવમાં થઈ રહેલા ઘટાડાને લીધે ભારત જેવા વિકાસશીલ દેશ કે જે મોટાભાગને તેની એનર્જી જરૂરિયાતો આયાત પર આધાર ધરાવે છે તેને મોટા રાહત મળી શકે છે. ક્રુડ ઓઈલની કિંમતો ઘટવાને લીધે ભારતીય અર્થતંત્ર પર ફુગાવાનું જે દબાણ પ્રવર્તિ રહ્યું છે તેને લઈ રાહત મળી શકે છે અને વ્યાજ દરોમાં વધારા તરફી વલણને બ્રેક લાગી શકે છે.
