Crude Oil Price:ક્રુડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા, બ્રેન્ટ ક્રુડની કિંમતને લઈ ભારતને મળશે મોટી રાહત

વિશ્વ બજારોમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં તાજેતરમાં જે ઘટાડો થયો છે તેને લીધે મોંઘવારીના મોરચે વિશ્વ અર્થતંત્રને મોટી રાહત મળી છે. ભારત જેવા વિકાસશીલ દેશને પણ એનર્જી ખર્ચને લઈ મોટી રાહત મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 16 Nov 2026 07:48 AM (IST)Updated: Mon, 16 Nov 2026 07:52 AM (IST)
crude-oil-price-possibility-of-further-decline-in-crude-oil-prices-india-to-get-major-relief-regarding-the-cost-of-brent-crude
Crude-Oil-Prices-Today-News-1793685800293.webp

Crude Oil Price This Week:વિશ્વ બજારોમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં તાજેતરમાં જે ઘટાડો થયો છે તેને લીધે મોંઘવારીના મોરચે વિશ્વ અર્થતંત્રને મોટી રાહત મળી છે. ભારત જેવા વિકાસશીલ દેશને પણ એનર્જી ખર્ચને લઈ મોટી રાહત મળી છે. વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની કિંમતો પ્રતી બેરલ ગગડીને 90 ડોલર આસપાસ કામકાજ કરતું હતું. હવે નવા સપ્તાહમાં જોવાનું રહેશે કે ક્રુડ ઓઈલની કિંમતો કઈ દિશામાં આગળ વધશે.

જોકે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ બજાર માટે મહત્વના સંકેત આપશે. બીજીબાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે અવરોધ સર્જાયો છે તેને લીધે વિશ્વમાં ક્રુડ ઓઈલનો સપ્લાઈ અવરોધાયો છે તેને લઈ હવે નવા ઘટનાક્રમો ક્રુડ ઓઈલના સપ્લાઈ તથા કિંમતોને અસર કરી શકે છે.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડ આ સપ્તાહ દમિયાન બેરલદીઠ ભાવ 90 ડોલર આસપાસ જ રહે તેવી શક્યતા છે. તેને લીધે ભારત જેવા આયાતકાર દેશને મોટી રાહત મળી શકે છે. જોકે વિશ્વ એનર્જીના બજારમાં ભારે અસર જોવા મળી રહી છે. આ સપ્તાહમાં અમેરિકાની અગ્રણી APIના આંકડા જાહેર થશે. જે નવા સપ્તાહમાં ક્રુડની કિંમતોમાં કેવું વલણ રહેશે તે નક્કી કરશે.

વીતેલા સપ્તાહ દરમિયાન MCX એટલે કે કોમોડિટીઝ એક્સચેન્જ ખાતે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. નવેમ્બર મહિના માટે ક્રુડ ઓઈલની કિંમત આશરે 180 એટલે કે 2.15 ટકા તૂટી રૂપિયા 8,350 આસપાસ પ્રતિ બેરલ કામકાજ કરતાં હતા. ડિસેમ્બર મહિનામાં કોન્ટ્રેક્ટ રૂપિયા 95 ગગડીને 8280 આવી ગયા હતા. આ દરમિયાન વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના પ્રતિ બેરલ ભાવ 2.50 ડોલર ગગડીને 95.85 ડોલર આસપાસ કામકાજ કરતાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જો ક્રુડ ઓઈલની કિંમતોમાં વધુ ઘટાડો થશે તો વિશ્વ અર્થતંત્ર પર મોંઘવારી અને વ્યાજ વધારાની સ્થિતિનું જે દબાણ સર્જાયેલુ છે તે કંઈક હસ્તક ઓછું થશે અને ફુગાવાની સ્થિતિને લઈ રાહત મળી શકે છે.