Crude Oil Prices:ક્રુડ ઓઈલના ભાવ અંગે SBIએ કરી મોટી ભવિષ્યવાણી, બેરલ દીઠ ભાવ 70 ડોલરથી નીચે આવી જશે

Crude Oil Prices:સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે વર્ષ 2027માં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટીને બેરલ દીઠ 70 ડોલર થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 14 Nov 2026 11:43 AM (IST)Updated: Sat, 14 Nov 2026 11:43 AM (IST)
sbi-makes-a-major-prediction-regarding-crude-oil-prices-price-per-barrel-will-fall-below-70-dollar
SBI-Life-Smart-Platina-Plus-1792411595926.webp

Crude Oil Prices:સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે વર્ષ 2027માં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટીને બેરલ દીઠ 70 ડોલર થઈ શકે છે. ઈરાન-અમેરિકા યુદ્ધ ઠંડુ પડતા, પશ્ચિમ એશિયામાં ક્રુડ ઓઈલની નિકાસમાં વધારો થતા અને વૈશ્વિક સ્તર પર બજારો પર દબાણની સ્થિતિ હળવી થવાને લીધે કિંમતો ઘટી શકે છે.આ અહેવાલ પ્રમાણે LTSM પૂર્વાનુમા પ્રમાણે આગામી 10 દિવસમાં બ્રેન્ટ ક્રુડની કિંમતમાં વધારે ઘટાડો થાય તેવી પ્રબળ શક્યતા છે.

આ સાથે અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે જે માહોલ પ્રવર્તિ રહ્યો છે તેમાં આ એક સ્થિતિ છે. તેનો આધાર SBIએ RBIની આગામી નાણાં નીતિના નિર્ણયનું આકલન કર્યું છે. 

નવી સિરીઝમાં આ પ્રથમ વખત છે કે જ્યારે ભાતનો કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાનો દર 6 ટકા લેવલ પાર થઈ ગયો છે. ઓક્ટોબર 2026માં તે 6.09 ટકા પહોંચી ગયો હતો. જે RBIની ઉપરની ટોલરન્સ લેવલથી વધારે છે. SBIના અંદાજ પ્રમાણે આગામી મહિને પણ મોંઘવારી દર 6 ટકા ઉપર રહી શકે છે. જોકે, ત્યારબાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.સ્ટેટ બેન્કનું સ્પષ્ટપણે માનવું છે કે બાહ્ય સ્થિતિમાં સુધારા, એક્સચેન્જ રેટમાં સ્થિરતા અને મૂડીગત લિક્વિડિટીમાં તેજીને લીધે રેપો રેટમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. અહેવાલ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં વ્યાજ દરોમાં મહત્તમ 25 બેસિસ પોઇન્ટનો વધારો થઈ શકે છે. 50 બેસિસ પોઇન્ટનો વધારો થવાની શક્યતા નહીંવત છે.

એકંદરે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાની આગાહી તેમ જ રેપો રેટમાં મોટો વધારો નહીં થવાની શક્યતા ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. તેને લીધે મોંઘવારીના મોરચે મોટી રાહત મળશે. તેમ જ ધીરાણ દરોમાં વધારો થવાનો બોજ પણ નહીં પડે. આમ ભારતીય અર્થતંત્ર માટે SBIનો આ અહેવાલ એકંદરે સારા સંકેત તરીકે માનવામાં આવે છે.