Gold and Silver Price:સોના અને ચાંદીના ભાવમાં દબાણ જોવા મળે તેવી શક્યતાં, કયા પરિબળો અસર કરશે તે જાણો

Gold and Silver Price:આ નવા સપ્તાહમાં સોના અને ચાંદીની કિંમતોમાં દબાણ જોવા મળી શકે છે. નવા સપ્તાહમાં રોકાણકારોની નજર અમેરિકા અને ઈરાન યુદ્ધના મોરચે તણાવની સ્થિતિ, ક્રુડ ઓઈલની કિંમતમાં વધઘટ તથા વિશ્વભરના અર્થતંત્રમાં મોંઘવારીના આંકડા પર સૌની નજર રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Nov 2026 07:29 AM (IST)Updated: Mon, 09 Nov 2026 07:29 AM (IST)
gold-and-silver-prices-likely-to-face-downward-pressure-find-out-which-factors-will-have-an-impact

Gold and Silver Price:આ નવા સપ્તાહમાં સોના અને ચાંદીની કિંમતોમાં દબાણ જોવા મળી શકે છે. નવા સપ્તાહમાં રોકાણકારોની નજર અમેરિકા અને ઈરાન યુદ્ધના મોરચે તણાવની સ્થિતિ, ક્રુડ ઓઈલની કિંમતમાં વધઘટ તથા વિશ્વભરના અર્થતંત્રમાં મોંઘવારીના આંકડા પર સૌની નજર રહેશે. આ આંકડાથી વ્યાજ દરોને લઈ મધ્યસ્થ બેન્કો તરફથી સંકેત મળી રહ્યા છે.

આ સપ્તાહ ચીન, અમેરિકા, જર્મની, જાપાન તથા ભારતમાં મોંઘવારી આંકડા જાહેર થશે. બીજીબાજુ અમેરિકાની ફેડરલ રિઝર્વના અધિકારીઓએ અમેરિકાના રોજગારીના આંકડા તરફ સંકેત સોના અને ચાંદીના ભાવની દિશા નક્કી કરશે.

બીજીબાજુ ચાંદીની ચાલની દ્રષ્ટિએ જોઈએ તો ચીનના આર્થિક આંકડા મહત્વના રહેશે. ભૂ-રાજકિય ઘટનાક્રમ પણ બજાર માટે મોટા પરિબળો બની શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા સૈન્ય હુમલાની પુષ્ટી કરી છે. જોકે તહેરાન સાથે વાતચીતમાં પ્રગતિ થઈ હોવાની પણ માહિતી આપી છે.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે નીચલા લેવલ પર ખરીદી અને શોર્ટ કવરિંગને લીધે કિંમતી ધાતુ ટેકો મળી શકે છે. જોકે ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ પર અસર જોવા મળી શકે છે.

અમેરિકાના નોન-ફોર્મ પેરલ આંકડા અને ગ્રાહકોની ધારણામાં સુધારાને લીધે સોના-ચાંદી પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. ડોલર અને અમેરિકી ટ્રેઝરી બોન્ડની ઈલ્ડમાં તેજી જોવા મળી હતી. જોકે સપ્તાહના મધ્ય ભાગમાં અમેરિકામાં મધ્યાવર્તિ ચૂંટણીના પરિણામ બાદ બજારમાં ભારે તેજી આવી હતી.

ભારતમાં વર્તમાન સમયમાં શુદ્ધ સોનું 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1,47,000 આસપાસ કામકાજ કરે છે, જ્યારે સ્ટાન્ડર્ડ સોનું રૂપિયા 146,700 આસપાસ કામકાજ થયું.