Bank Holiday June 2025 Gujarat: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી હોલિડે લિસ્ટ અનુસાર જૂન 2025માં, સમગ્ર ભારતમાં બેંકો કુલ 12 દિવસ માટે બંધ રહેશે. આમાં વીકેન્ડ (રવિવાર અને શનિવાર) સાથે સાથે વિવિધ રાજ્યોના તહેવારોને કારણે પણ બેંક રજાઓ રાખવામાં આવી છે.
તેમજ, જો ગુજરાતની વાત કરીએ તો, RBIની વેબસાઇટ મુજબ અહીં જૂન મહિનામાં માત્ર નિયમિત શનિવાર અને રવિવારની રજાઓ રહેશે. એટલે કે, ગુજરાતમાં બેંકો કુલ 7 દિવસ માટે બંધ રહેશે.
ગુજરાતમાં જૂન મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો (Bank Holiday June 2025 Gujarat)
તારીખ | દિવસ | કારણ |
01 જૂન 2025 | રવિવાર | સાપ્તાહિક રજા |
08 જૂન 2025 | રવિવાર | સાપ્તાહિક રજા |
14 જૂન 2025 | શનિવાર | મહિનાનો બીજો શનિવાર |
15 જૂન 2025 | રવિવાર | સાપ્તાહિક રજા |
22 જૂન 2025 | રવિવાર | સાપ્તાહિક રજા |
28 જૂન 2025 | શનિવાર | મહિનાનો ચોથો શનિવાર |
29 જૂન 2025 | રવિવાર | સાપ્તાહિક રજા |