Gujarat Bank Holidays September 2025: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા સપ્ટેમ્બર 2025 માટે જાહેર કરાયેલી રજાઓની યાદી મુજબ, ગુજરાતમાં બેંકો કુલ 7 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં ઈદ-એ-મિલાદનો તહેવાર, રવિવારની સાપ્તાહિક રજાઓ અને બીજા-ચોથા શનિવારનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે સપ્ટેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ કામકાજનું આયોજન કરી રહ્યા હો, તો આ સમાચાર તમારા માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર 2025ની બેંક રજાઓનું લિસ્ટ (Gujarat Bank Holidays September 2025)
- 5 સપ્ટેમ્બર (શુક્રવાર): ઈદ-એ-મિલાદ/મિલાદ-ઉન-નબીના તહેવારને કારણે
- 7 સપ્ટેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા
- 13 સપ્ટેમ્બર (શનિવાર): મહિનાનો બીજો શનિવાર
- 14 સપ્ટેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા
- 21 સપ્ટેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા
- 27 સપ્ટેમ્બર (શનિવાર): મહિનાનો ચોથો શનિવાર
- 28 સપ્ટેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા
રાજ્ય પ્રમાણે રજાઓ અલગ-અલગ
ઉલ્લેખનીય છે કે બેંક રજાઓ સમગ્ર દેશમાં એકસમાન હોતી નથી. RBIની માર્ગદર્શિકા મુજબ, દરેક રાજ્યમાં સ્થાનિક તહેવારો અને પરિસ્થિતિઓ અનુસાર રજાઓ નક્કી કરવામાં આવે છે. આથી, કોઈ એક રાજ્યમાં બેંક બંધ હોય ત્યારે બીજા રાજ્યમાં કામકાજ સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. ચોક્કસ માહિતી માટે ગ્રાહકોએ RBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જરૂરી છે.
રજાના દિવસે પણ ડિજિટલ બેંકિંગ સેવા જારી રહેશે
જોકે, બેંક શાખાઓ બંધ હોવા છતાં ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે. ગ્રાહકો મોબાઈલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, UPI અને ATM જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને તેમના નાણાકીય વ્યવહારો સરળતાથી કરી શકશે. તેથી, જો તમે બેંક સંબંધિત કોઈ કામકાજનું આયોજન કરી રહ્યા હો, તો રજાઓની યાદી તપાસીને સમયસર કામ પૂરું કરવું હિતાવહ છે.