Bank Holidays in November 2023: હવે ગણતરીના દિવસો બાદ નવેમ્બર માસ શરૂ થવા જઈ રહ્યો છે. હાલ દેશભરમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે. જેના કારણે દેશના વિવિધ શહેરોમાં બેંકોમાં રજા જોવા મળી રહી છે. નવેમ્બર માસમાં પણ દિવાળી, ગુરુનાનક જયંતી સહિત ઘણા તહેવારો આવનાર હોય ઘણી રજાઓ આવવાની છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ આગામી નવેમ્બર મહિનામાં કુલ 15 દિવસ બેંકની રજાઓ હશે. આ રજાઓમાં તહેવારો અને શનિવાર-રવિવારની રજા સામેલ છે. જો તમારે નવેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ પતાવવાના છે તો આ આર્ટિકલમાં જાણો નવેમ્બર મહિનામાં કયા કયા દિવસે બેંકો બંધ રહેશે?
ભારતમાં નવેમ્બર 2023માં બેંકોની રજા
- 1 નવેમ્બર 2023 - કન્નડ રાજ્યોત્સવ/કુટ/કરવા ચોથ (બેંગલુરુ, શિમલા, ઇમ્ફાલ)
- 5 નવેમ્બર 2023 - રવિવાર
- 10 નવેમ્બર 2023 - વંગાલા ફેસ્ટિવલ (શિલોંગ)
- 11 નવેમ્બર 2023 - શનિવાર
- 12 નવેમ્બર 2023 - રવિવાર
- 13 નવેમ્બર 2023 - ગોવર્ધન પૂજા/લક્ષ્મી પૂજા (દીપાવલી)/દિવાળી (લખનૌ, જયપુર, કાનપુર, દેહરાદૂન, અગરતલા, ગંગટોક, ઇમ્ફાલ)
- 14 નવેમ્બર 2023 – દિવાળી (બાલી પ્રતિપદા)/દીપાવલી/વિક્રમ સંવંત નવ વર્ષ દિવસ/લક્ષ્મી પૂજા (અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, નાગપુર, ગંગટોક, બેલાપુર)
- 15 નવેમ્બર 2023 - ભાઈબીજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા (દીપાવલી)/નિંગોલ ચક્કૌબા/ભાતૃ દ્વિતીયા (કોલકાતા, લખનૌ, શિમલા, કાનપુર, ગંગટોક, ઈમ્ફાલ)
- 19 નવેમ્બર 2023 - રવિવાર
- 20 નવેમ્બર 2023 - છઠ (સવારનું અર્ઘ્ય) (પટના, રાંચી)
- 23 નવેમ્બર 2023 - સેંગ કુત્સ્નેમ/ઈગાસ-બગવાલ (દહેરાદૂન, શિલોંગ)
- 25 નવેમ્બર 2023 - શનિવાર
- 26 નવેમ્બર 2023 - રવિવાર
- 27 નવેમ્બર 2023 - ગુરુ નાનક જયંતી/કાર્તિક પૂર્ણિમા/રહસ પૂર્ણિમા (નવી દિલ્હી, મુંબઈ, જયપુર, નાગપુર, કોલકાતા, લખનૌ, હૈદરાબાદ - તેલંગાણા, ભોપાલ, શ્રીનગર, ચંડીગઢ, અગરતલા, આઈઝોલ, બેલાપુર, ભુવનેશ્વર, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોહિમા, રાયપુર, રાંચી, શિમલા)
- 30 નવેમ્બર 2023 - કનકદાસ જયંતિ (બેંગલુરુ)
ગ્રાહકો બેંકોમાં રજા દરમિયાન ઈન્ટરનેટ બેંકિંગ, યૂપીઆઈ અને ઓનલાઈન બેંકિંગ જેવી સેવાઓનો ઉપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કરી શકે છે. કેશ ઉપાડવા માટે ATMનો ઉપયોગ તેમજ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.